Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ર૭૯ ઉમેદવારો અમદાવાદ હોલ ટિકિટ લઈને પરીક્ષા આપવા ગયા, તેની આગલી રાત્રે જ થયેલો ઓર્ડર શંકાના ઘેરામાં
ખંભાળીયા તા. ૧૯: આજે ર૭૯ ઉમેદવારો હોલ ટિકિટ લઈને શિક્ષણ વિભાગમાં વર્ગ-૧ના પ્રમોશન મેળવવા ખાતાકીય પરીક્ષા આપવા અમદાવાદ પહોંચ્યા હતાં, તેમાં પ૪ જિલ્લા શિક્ષણાધિકારીઓને ભૂતકાળમાં એડહોક ધોરણે શરતી પ્રમોશન અપાયું હતું, તેઓ પણ સામેલ હતાં. ગઈકાલે રાત્રે છેલ્લી ઘડીએ વગર પરીક્ષાએ પ્રમોશન માન્ય ગણાય, તે પ્રકારે પરીક્ષાની જરૂર નહીં હોવાનો આદેશ થતાં કૌભાંડની આશંકા સાથે ચકચાર જાગી છે.
ગુજરાત રાજ્યનું શિક્ષણ ખાતું તેના અવનવા નિર્ણયો અને કેટલાક કહેવાતા કૌભાંડ બાબતે સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ છે ત્યારે ગઈકાલે રાત્રે થયેલો એક હુકમ સમગ્ર રાજ્યના શિક્ષણ વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યો છે.
શિક્ષણ વિભાગ જ નહીં પણ રાજ્યના સરકારી તમામ ખાતામાં પટાવાળાને બઢતી આપવી હોય તો તેણે પણ ખાતાકીય પરીક્ષા આપવી ફરજિયાત છે ત્યારે પ૪ અધિકારીઓ તે પણ વર્ગ-૧ કક્ષાના જિલ્લા શિક્ષણાધિકારીઓને વગર પરીક્ષાએ પ્રમોશન માન્ય રાખવાના હુકમે ભારે ચકચાર જગાવી છે.
આ અંગેની હકીકત એવી છે કે ગત ડિસેમ્બર ર૦ર૩ માં રાજ્યમાં પ્રાથમિક તથા માધ્યમિક જિલ્લા શિક્ષણાધિકારીઓની જગ્યાઓ ખાલી હોય ભરવી 'શિક્ષણના હિત' માં જરૂરી હોય તે બહાને પ૭ જિ.શિ. ની બઢતી અપાઈ હતી. આચાર્યો સરકારી શાળાના તથા અન્યોને સામૂહિક બઢતી આપીને ઓર્ડર બઢતીનો આપીને ખાતાકીય પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી અપાઈ હતી જે પછી આજે ૧૯-ર૦ ઓકટોબર વર્ગ-૧ ની ખાતાકીય પરીક્ષા છે, જેમાં ર૭૯ ઉમેદવારો પરીક્ષા આપવા અમદાવાદ પહોંચ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે ૧૧.૧૦ વાગ્યે ખાસ ઓર્ડર કરીને નાયબ સચિવ શ્રી એ હુકમ કરીને પરીક્ષા આપનાર પૈકીના પ૪ જિ.શિ. કક્ષાના અધિકારીઓએ પરીક્ષા આપવાની રહેતી નથી તેમને પાસ કર્યા વગર જ પ્રમોશન ગણવું તેમ જણાવીને આ ઉમેદવારોને પરીક્ષા આપવાની રહેતી નથી તેવું જણાવતો હુકમ કરતા ભારે ચર્ચા જાગી છે.
નવાઈની વાત છે કે કુલ પ૭ જિ.શિ. હતા જે અજમાયશી હતા તથા પરીક્ષા પણ આપવાની શરતે બઢતી અપાઈ હતી જેમાં ત્રણ જિલ્લાના જામનગર રાજકોટ બોટાદ દ્વારા તેમના પ્રમોશન પરત ખેંચવા આચાર્ય થવા જણાવ્યું હતું તેમના સિવાય તમામ પ૪ને પરીક્ષા આપવાની નથી રહેતી તેવું જણાવતો નાયબ સચિવનો પત્ર ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
પટાવાળાને પણ ખાતાકીય પરીક્ષા વગર બઢતી ના મળે ત્યારે વર્ગ-૧ ની જિ.શિ.ની બઢતી વગર પરીક્ષાએ આપવી અને તે પણ પરીક્ષાના આગલા દિવસે રાત્રે ૧૧ વાગ્યાના હુકમે સમગ્ર રજ્યમાં ભારે ચર્ચા જાગી છે અને આમાં ક્યાંક 'વહીવટ' મોટો નથી થયો ને? તેવા પ્રશ્નો પણ ચર્ચાવા લાગ્યા છે.
ર૭૯ ઉમેદવારોની હોલ ટિકિટો આવી ગઈ અને તેમાં ઉમેદવારો અમદાવાદ પરીક્ષા દેવા પહોંચી ગયા ત્યારે તેમાંના પ૪ ને પરીક્ષા આપવાની નથી વગર પરીક્ષાએ બઢતીના હુકમે ભારે ચકચાર સાથે શિક્ષણ વિભાગની કામગીરી પણ 'શંકા'ના દાયરામાં આવી ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial