Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા ભાજ૫ મિડીયા સેલ કન્વીનર દ્વારા
જામનગર તા. ૧૯: ગુજરાત રાજય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત થઈ છે. આ સંજોગોમાં ભરતીની પ્રક્રિયા પહેલાં પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા ફેરબદલીના કેમ્પ યોજવા જામનગર જિલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
હાલમાં જ ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષકોની બદલી માટે જિલ્લા આંતરિક અને તાલુકા આંતરિક બદલીના કેમ્પો પૂર્ણ કરેલ છે, હવે માત્ર જિલ્લા ફેરબદલીના કેમ્પો જ બાકી છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે પણ જાહેરાત કરવામાં આવેલ છે, જે આવકારદાયક છે. શાળાઓમાં ખૂટતા પ્રાથમિક શિક્ષકોની ભરતીથી સુવિધા ઉપલબ્ધ થશે, રોજગારી તથા શિક્ષણ વધશે. પરંતુ જિલ્લા બહાર ઘણા સમયથી જે શિક્ષકો ફરજ બજાવે છે, અને એ રાહમાં છે કે, નિયમાનુસાર આપણા વિસ્તારમાં જગ્યાઓ ખાલી છે ત્યાં આપણી બદલી થાય તો શિક્ષણની સાથોસાથ પરિવારને પણ સંભાળી શકાય, પણ આ ખાલી જગ્યાઓ ભરાવાથી આ તક ચૂકાય જાય તેવી પૂરી શક્યતા છે.
શિક્ષકોની જિલ્લા ફેરબદલી પછી ખૂટતી જગ્યાઓ પર સરકાર નવી ભરતી કરે તે ઈચ્છનીય છે, જેનાથી હાલ કામ કરતા શિક્ષકો અને નવા નિમણૂક પામનાર શિક્ષકો એમ બન્નેને ફાયદાકારક છે. વિશેષમાં મહિલા કર્મયોગીઓને વધુ ફાયદો થાય તેમ છે.
જિલ્લા ફેરબદલીના નિયમોમાં પણ સમયની માંગ અનુસાર પરિવર્તન/સુધારો કરવાની જરૂરિયાત છે, કારણ કે, જિલ્લા ફેરબદલીનો લાભ હાલ સમગ્ર ફરજ દરમિયાન માત્ર એક જ વખત મળે છે અને એ તક કોઈ ટેકનિકલ કારણોસર જતી રહે તો કર્મચારીને કાયમ પોતાના પરિવારથી દૂર રહી ના છૂટકે ફરજ બજાવવી પડે છે.
હાલ ઘણા કિસ્સાઓ એવા પણ છે કે, જે શિક્ષકોની બદલી થયેલા છે તેઓને એક વર્ષ જેટલો સમય વિત્યા છતાં હજુ સુધી છૂટા કરવામાં આવેલ નથી, જેના કારણે પણ કર્મચારીઓને બદલી થયા છતાં લાભ મળેલ નથી, જે પણ ધ્યાને લઈ, તત્કાલ આવા કર્મચારીઓને ન્યાય મળે તે અંગે યોગ્ય કરવા માંગણી છે.
તત્કાલિન ભાજપ સરકારના શિક્ષણ વિભાગે મહિલા અને દિવ્યાંગ કર્મચારીઓને એક વર્ષ પછી બદલીનો લાભ મળવાપાત્ર થશે તેવો સૈધ્ધાંતિક સ્વીકાર કરેલ, પરંતુ કોઈ કારણોસર તેનો અમલ થયેલ નથી, તો આ અંગે પણ વિચારણા કરી ઘરથી દૂર રહેતા મહિલા કર્મચારીઓ અને દિવ્યાંગોને લાભ અપાવવા પણ રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial