Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શરદ પૂનમની રઢિયાળી રાતે આહિર યુવા ગ્રુપે યોજ્યો રંગભર્યો રાસોત્સવ

જાણીતા ગાયકોએ પરંપરાગત ગરબાના તાલે સૌને ડોલાવ્યાઃ વિશાળ સંખ્યામાં જોડાયા સમાજના ભાઈ-બહેનો

જામનગર શહેરમાં શરદ પૂનમની રઢિયાળી રાત્રે આહિર યુવા ગ્રુપ જામનગર દ્વારા આયોજિત રાસોત્સવના કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં, અને એક અવિસ્મરણિય પ્રસંગ વધુ એક વખત આહિર સમાજના આંગણે આ રાસોત્સવ બની ગયો. આ ભવ્ય રાસોત્સવમાં જાણીતા ગાયકો પ્રવિણ બારોટ અને ક્રિષ્ના કળથિયાએ પરંપરાગત ગરબાના તાલે સૌને ડોલાવી દીધા હતાં. આહિર યુવા ગ્રુપ જામનગર દ્વારા શરદ પૂર્ણિમાના પાવન પર્વે પ્રમુખ મહેશભાઈ નંદાણિયા અને તેમની ટીમનું અથાગ જહેમત સાથે કરવામાં આવેલું આ આયોજન દીપી ઊઠ્યું હતું. આઈએમસી ગ્રાઉન્ડ, સત્યમ્ કોલોની આહિર સમાજની બાજુમાં શરદ પૂનમની રઢિયાળી રાતે ૧૯ મા વર્ષે આ આયોજન સમાજ માટે કરવામાં આવ્યું. આ ભવ્ય રાસોત્સવમાં જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમાજના અગ્રણી, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓએ આ રાસોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહી અને દર વર્ષે જે રીતે યુવા ગ્રુપ દ્વારા પરંપરા જાળવી રાખવાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. તેને બિરદાવી અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ, આહિર સમાજ જામનગરના પ્રમુખ દેવશીભાઈ પોસ્તારિયા, સમાજ અગ્રણી ભીખુભાઈ વારોતરિયા, પ્રખ્યાત ધારાશાસ્ત્રી કનારા કરશનભાઈ કરમુર, મેરામણભાઈ ભાટુ, રાહુલ બોરીચા (કોર્પોરેટર), આહિર કર્મચારી મંડળના પ્રમુખ રામસીભાઈ ચાવડા, પ્રો. નંદાણિયા, ડો. અશોક રામ, ડો. વિપુલ કરમુર, ડો. જયેશભાઈ, હરદાસભાઈ કંડોરિયા, આહિર મહિલા મંડળ પ્રમુખ જ્યોતિબેન ભરવાડિયા, કરસનભાઈ ડાંગર, રણમલભાઈ કામબરિયા, હમીરભાઈ નંદાણિયા, રાજુ ગાગિયા, સુરેશ વસરા, ભાવેશ ગાગિયા, હિતેષભાઈ ગાગલિયા તેમજ અન્ય યુવા ટીમ અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh