Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમને ભેદી
તેલઅવીવ તા. ૧૯: હિઝબુલ્લાહ દ્વારા લેબેનોનથી છોડાયેલ ડ્રોન નેતન્યાહૂના ઘર નજીક પડ્યું હતું. એર ડિફેન્સ સિસ્ટમ ભેદવામાં પણ સફળ રહ્યું હતું.
તાજેતરમાં એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. યુદ્ધની આ સ્થિતિ વચ્ચે હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર ડ્રોન હુમલો કર્યો હતો. આ ડ્રોન હુમલામાં ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ઘરને જ નિશાન બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે.
જો કે, હજુ સુધી ઈઝરાયેલી સૈન્ય કે સરકાર તરફથી આ મામલે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ઈઝરાયેલમાં હાઈફા કૈસરિયા વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. ઈઝરાયેલી સુરક્ષા દળોએ કહ્યું કે આ ડ્રોન એક ખુલ્લા વિસ્તારમાં આવીને પડ્યો હતો. જેનાથી કોઈ જાનહાનિ કે નુક્સાન થયું નથી.
આઈડીએફએ એ વાતની પુષ્ટિ કરી હતી કે હિઝબુલ્લાહે આજે ઈઝરાયેલ પર રોકેટ અને ડ્રોન વડે ધનાધન હુમલા કર્યા હતાં. ઈઝરાયેલી મીડિયાએ આ દરમિયાન મોટો દાવો કર્યો હતો કે દક્ષિણ હાઈફાન કૈસરિયામાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નિવાસસ્થાને એક ડ્રોનમાં વિસ્ફોટ કરાયો હતો. માહિતી અનુસાર એવો દાવો કરાયો છે કે આ ડ્રોને સચોટ નિશાન લગાવીને જ હુમલો કર્યો છે. ઈઝરાયેલી સૈન્યએ પણ સ્વીકાર્યું કે આ ડ્રોન તેની એર ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સફળ રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial