Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ૧૯: દિલ્હીથી લંડન જતી વિસ્તારાની અને ઈસ્તાંબુલથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી. તે પછી બન્નેને સુરક્ષિત સ્થાન પર લઈને સુરક્ષા તપાસ હાથ ધરાઈ હતી.
દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઈટને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળ્યા પછી મોડી રાત્રે આ પ્લેનને ફેન્કફર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. બોઈંગ ૭૮૭ ફ્લાઈટ સ્થાનિક સમય અનુસાર રાત્રે ૯-૦ર કલાકે ફેન્કફર્ટમાં ઉતરી હતી. આ પછી તરત જ પ્લેનની તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. તપાસ પ્રક્રિયા પૂર્ણ કરવામાં અઢી કલાકનો સમય લાગ્યો હતો. આ રીતે પ્લેન ૧૧-૩ર કલાકે તેના ગંતવ્ય સ્થાને પહોંચ્યું હતું.
તુર્કીના ઈસ્તાંબુલથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં પણ બોમ્બ હોવાની ધમકી મળી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યાપક સુરક્ષા તપાસ માટે પ્લેનને એક અલગ સ્થાન પર ખસેડવામાં આવ્યું હતું. એરલાઈને જણાવ્યું હતું કે, ૧૬ ઓક્ટોબરે ફેન્કફર્ટથી મુંબઈ માટે ઊડાન ભરેલી વિસ્તારા ફ્લાઈટ યુકે ૦ર૮ ને લઈને સોશિયલ મીડિયા પર સુરક્ષાને લઈને ધમકી આપવામાં આવી હતી. તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને વિમાનને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના સુરક્ષિત રૂમમાંથી લેન્ડ કરવામાં આવ્યું હતું. ઈમરજન્સી લેન્ડીંગ પછી તમામ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતાં અને ફરજિયાત સુરક્ષા તપાસ માટે પ્લેનને અલગ જગ્યાએ પાર્ક કરવામાં આવ્યું હતું.
આ પહેલા વિસ્તારા અને ઈન્ડિગો એરલાઈન્સની બે ઈન્ટરશેનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. ઈન્ડિગો, સ્પાઈસ જટ અને અકસાની ૭ ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત લગભગ એક ડઝન ફ્લાઈટ્સને પણ મંગળવાર અને બુધવારે સમાન ધમકીઓ મળી હતી. એરલાઈન અનુસાર જર્મનીના ફેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારા એરલાઈનની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. આ પછી પ્લેનને મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડ કરવામાં આવ્યું હતું. તેથી સલામતી અને સુરક્ષા પ્રક્રિયાઓ અનુસાર તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારવા પડ્યા હતાં. છેલ્લા કેટલાક દિવસમાં લગભગ ૪૦ ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકીઓ મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial