Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂના બંદર ૫ર પટકાઈ પડેલા શ્રમિકનું મૃત્યુઃ
જામનગર તા. ૧૯: જામનગરના જૂના બંદર પર ચણતર કામ કરતી વખતે એક પરપ્રાંતિય શ્રમિક પાટીયામાંથી ખીલો નીકળી જતાં પટકાઈ પડ્યા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. સપ્તાહ પૂર્વે રેલવે ટ્રેક પાસેથી ચાલીને જતા એક પ્રૌઢ હવાના જોરના કારણે ટ્રેન સાથે ટકરાઈ પડ્યા પછી ગંભીર ઈજા થવાથી હોસ્પિટલ ખસેડાયા હતા. તેઓનું પણ મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
જામનગરના બેડી વિસ્તારમાં આવેલા જૂના બંદર પર ચાલી રહેલા એક દીવાલના ચણતર કામ માટે મૂળ ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લાના વતની અને હાલમાં જૂના બંદર પર જ વસવાટ કરતા ડોરીલાલ રામજીત રાજપૂત (ઉ.વ.રપ) નામના શ્રમિક ગુરૂવારે સવારે પાટીયા પર ઉભા રહી ચણતર કામ કરતા હતા.
આ વેળાએ તેઓ જે પાટીયા પર ઉભા હતા તેનો ખીલો નીકળી જતા પાટીયુ પડ્યું હતું અને ડોરીલાલ પટકાઈ પડ્યા હતા. માથા તથા જમણા હાથના ભાગે ઈજા પામેલા આ શ્રમિકને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી આઈસીયુમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. બેડી મરીન પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નીલકમલ સોસાયટી પાછળ હનુમાન ટેકરી નજીક દેવનગર પાસે રહેતા વાલાભાઈ હમીરભાઈ ચાવડા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ઓછું સાંભળતા હતા. આ પ્રૌઢ ગઈ તા.૧૧ની સવારે નવેક વાગ્યે દેવનગર નજીક આવેલા રેલવે ટ્રેક પાસેથી ચાલીને જતા હતા ત્યારે પાછળથી ટ્રેન આવી ચઢી હતી. તેની સિટી વાલાભાઈને સંભળાઈ ન હતી અને બાજુમાંથી ફૂલસ્પીડમાં પસાર થયેલી ટ્રેનના કારણે જોરદાર આવેલી હવાના કારણે આ પ્રૌઢ ટ્રેન સાથે ટકરાઈ પડ્યા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા વાલાભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું ગઈકાલે મૃત્યુ થયું છે. તેમના પત્ની કારીબેને પોલીસને જાણ કરી છે. સિટી સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial