Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંગે વર્કશોપઃ
ખંભાળીયા તા. ૧૯: સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાય રહે તે હેતુથી સરકાર દ્વારા ઘડવામાં આવેલ અધિનિયમ "પીસી એન્ડ પીએનડીટી એક્ટ-૧૯૯૪" હેઠળ નોંધાયેલ સરકારી અને ખાનગી હોસ્પિટલો/ક્લિનીકોના ડોક્ટર તેમજ સંચાલકોને એક્ટના અમલીકરણ અને રેકર્ડ નિભાવણી માટે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ નોંધાયેલ હોસ્પિટલોમાં એક્ટના ક્ષતિરહિત અમલીકરણ થાય તે માટે જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એન. ભંડેરી દ્વારા હોસ્પિટલમાં નિભાવવાના થતા રેકર્ડ, માસિક રીપોર્ટીંગ, નિયત સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન રીન્યુઅલ કરાવવા તેમજ ક્ષતિરહિત ફોર્મ-એફ ભરવા બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે પણ સૌને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
"પીસી એન્ડ પીએનડીટી એક્ટ-૧૯૯૪" અંતર્ગત નોંધાયેલ સરકારી અને ખાનગી તમામ ડોક્ટરોને "પીસી એન્ડ પીએનડીટી" એક્ટ હેઠળ થયેલ જોગવાઈઓ/નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા જિલ્લા દેવભૂમિ દ્વારકાના જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડો. એમ.એન. ભંડેરી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં આઈ.એમ.એ. પ્રમુખ ડો. નિરવ રાયમગીયા, જિલ્લા હોસ્પિટલના અધિક્ષક જિલ્લા આર.સી.એચ. અધિકારી મહિલા અને બાળ અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસરો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોના અધિક્ષકશ્રીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરો તેમજ પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ નોંધાયેલ સરકારી અને પ્રાઈવેટ તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial