Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં અશ્વિન પૂર્ણિમાના અવસરે હજારોનું ગોમતીસ્નાન

વિક્રમ સંવત ર૦૮૦ની અંતિમ પૂર્ણિમાએ ઉમટ્યો માનવ મહેરામણઃ

હાલમાં ચાલી રહેલા પાવન આસો માસની પૂર્ણિમાના પાવન અવસરે હજારો ભાવિકોએ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાવનકારી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. પવિત્ર ગોમતી સ્નાન કરી ઠાકોરજીના દર્શનની પરંપરા હોય, વહેલી સવારથી જ ગોમતી ઘાટો પર ભાવિકોની ભીડ ઉમટી હતી. ઉલ્લેખનિય છે કે, દ્વારકા યાત્રાધામમાં દર મહિને હજારો ભાવિકો પૂનમ ભરવા આવતા હોય છે. તેમાં પણ આસો માસની અંતિમ પૂનમનું  સ્નાન તેમજ ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો વહેલી સવારથી જ છપ્પન સીદીએ સ્વર્ગ દ્વારેથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh