Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોર્પોરેટરો-સામાજિક કાર્યકરે મામલતદારને કરી રજૂઆતઃ
જામનગર તા. ૧૯: જામનગરના વોર્ડ નં. ૧રમાં પોણા બે માસ પહેલા થયેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિમાં અનેક પરિવારોના ઘરમાં પાણી ભરાયા હતાં. આવા ૬૦ ટકા લોકોને હજુ સુધી સરકારી સહાય મળી નથી તે પ્રશ્ને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
ગત તા. ર૮-૮-ર૪ના જામનગરમાં ભારે વરસાદ થયો હતો. આથી નિચાણવાળા વિસ્તારોમાં અને નગરસીમ વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતાં ઘરવખરીને ભારે નુકસાન થયું હતું.
વોર્ડ નંબર-૧ર ના ખોજા ચકલા, નળવાળી વાવ, ઘાંચીની ખડકીથી પટણીવાડ, ખાટકીવાડ, બચુનગર, વાઘેરવાડો તથા નગરસીમ વિસ્તારમાં રાજ સોસાયટી, રંગમતિ સોસાયટી, મહારાજા સોસાયટી, મકવાણા સોસાયટી, બાલનાથ સોસાયટી, બાબુ અમૃતનો વાડો વિસ્તાર, ગઢની રાંગ, મોરકંડા રોડ, વગેરે વિસ્તારમાં રહેતા આશરે ૬૦ ટકા અસરગ્રસ્તોને હજુ સુધી સરકારી સહાય મળી નથી.
તેવી રજુઆત કોર્પોરેટર અસ્લમ ખીલજી અને જેનમબેન ખફી ઉપરાંત સામાજિક કાર્યકર હાજી રીઝવાન જુણેજા દ્વારા મામલતદાર સમક્ષ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial