Advertisement
Author: નોબત સમાચાર

ગુજસીટોકના ગુન્હામાં આરોપી અતુલ ભંડેરીના જામીન મંજૂર

હાઈકોર્ટમાં કરાઈ હતી અરજીઃ

જામનગર તા. ૧૯: જામનગરમાં ચાર વર્ષ પહેલાં નોંધાયેલા ગુજસીટોક હેઠળના ગુન્હામાં ધરપકડ પામેલા આરોપી પૈકીના પૂર્વ નગરસેવક દ્વારા જામીનમુક્ત થવા વડી અદાલતમાં કરાયેલી અરજી મંજૂર રખાઈ છે.

જામનગર શહેરમાં કુખ્યાત જયેશ પટેલની ગેંગ દ્વારા આચરવામાં આવતા ઓર્ગેનાઈઝડ ક્રાઈમને ડામી દેવા ચાર વર્ષ પહેલાં રાજ્યના ગૃહવિભાગે કરેલા હુકમના પગલે જે તે વખતે ગુજસી ટોક કાયદા હેઠળ ગુન્હો નોંધાયો હતો. તત્કાલિન એસપી દીપન ભદ્રન તથા ટીમે આરોપીઓની ધરપકડ શરૂ કરી હતી.

તે દરમિયાન જામનગરના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી સહિતના આરોપીઓ ઝડપાયા હતા અને જેલહવાલે કરાયા હતા. આરોપી અતુલ ભંડેરીએ જામીનમુક્ત થવા રાજ્યની વડી અદાલતમાં અરજી કરી હતી. તે અરજી રખાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh