Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રાહકે ફોરમમાં કરી હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૯: જામનગરના આસામીનો સારવારનો ક્લેઈમ વીમા કંપનીએ ખોટી રીતે રદ્દ કરી નાખતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે તે રકમ વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરના પ્રદીપભાઈ ભગવાનજી કોટેચા નામના આસામીએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેડિક્લેઈમ મેળવ્યો હતો. તે વીમો ચાલુ હતો તે દરમિયાન પ્રદીપભાઈના પત્નીને પગમાં ઓપરેશન કરાવવું પડ્યું હતું. જેમાં રૂ.૨,૪૪,૮૪૮નો ખર્ચ થયો હતો.
તે રકમ માટે કલેઈમ કરાતા વીમા કંપનીએ રદ્દ કરી નાખ્યો હતો. આથી ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે કલેઈમની રકમ છ ટકા વ્યાજ સાથે તથા રૂ.પ હજાર માનસિક ત્રાસ અને ખર્ચ પેટે અલગથી ચૂકવવાનો વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દિપક નાનાણી તથા નેહલ સંંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial