Advertisement
Author: નોબત સમાચાર

આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને તાકીદે સહાય ચૂકવવા આવેદનપત્રઃ રજુઆત

કાલાવડ તાલુકામાં અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન

જામનગર તા. ૧૯: કાલાવડ તાલુકા વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને ાવઠાથી ખેડૂતોના પાકો જેવા કે મગફળી તથા કપાસ તથા સોયાબીન તથા કઠોળના પાકો રહ્યા સહ્યા હતાં તે પણ આ વરસાદી આફતોને કારણે નષ્ટ પામ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી કહો કે જોહુકમીવાળી સરકાર, ફકત લુખ્ખા આશ્વાસન સિવાય કોઈ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો નથી, અંતે નાછુટકે જામનગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધિને આવેદનપત્ર કાલાવડ મામલતદારને આપવામાં આવ્યું હતું. સત્વરે ખેડૂતોના પાકોનું સર્વે કરીને સહાય આપવાની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વશરામભાઈ રાઠોડ, સંગઠન મહામંત્રી કે.પી. બથવાર, જિલ્લા યુવા પ્રમુખ મયુરભાઈ ચાવડા, કાલાવડ તાલુકા પ્રમુખ જેરામભાઈ બુશા, કાલાવડ શહેર પ્રમુખ રમેશભાઈ વણપરીયા, જિલ્લા પ્રવકતા અર્જુનસિંહ સરવૈયા, પૂર્વ પ્રમુખ સહદેવસિંહ જાડેજા, કાલાવડ તાલુકા સિનિયર નેતા મોહનભાઈ ભંડેરી, મોહનભાઈ સભાયા, ગિરીરાજસિંહ જાડેજા, રવિભાઈ ઘાડીયા તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh