Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગર ભાજપ દ્વારા
ભારતીય જનતા ૫ાર્ટીના સંવિધાન મુજબ પ્રત્યેક ૬ વર્ષે સદસ્યતા અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આ તબક્કે દેશ તથા પરદેશમાં રહેતા ભારતીયો ફરીથી સદસ્યતા મેળવે છે. ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક પ્રાથમિક સદસ્યોને સક્રિય સભ્ય બનવાની તક પ્રદાન કરે છે. જે અંતર્ગત નિશ્ચિત સભ્ય નોંધણી પશ્ચાત પ્રાથમિક સદસ્ય-સક્રિય સભ્ય બની પક્ષમાં વિશેષ જવાબદારીનો નિર્વાહ કરી શકે છે. આ અંતર્ગત સદસ્યતા અભિયાનના બીજા પડાવ અન્વયે ભારતીય જનતા પાર્ટી જામનગર દ્વારા સક્રિય સદસ્યતાની કામગીરીના પ્રારંભ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી, શહેર ભાજપ કાર્યાલયમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તબક્કે ભારતીય જનતા પાર્ટી, જામનગર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સક્રિય સદસ્ય અભિયાનના ઈન્ચાર્જ ભાનુભાઈ મહેતા, સુરેશ વસરા, ધારાસભ્ય રિવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી વિગેરે શહેર સંગઠનના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખો-પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial