Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં 'સશસ્ત્ર સેના ધ્વજ' દિનનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટરઃ
જામનગર તા. ૯ઃ જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા દ્વારા 'સશસ્ત્ર સેના ધ્વજદિન'નો જામનગર જિલ્લામાં શુભારંભ કરાવાયો હતો. બેઠકમાં નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ દરમિયાન સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં મહત્તમ ફાળો આપનાર દાતાશ્રીઓનું કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવો દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારપછી નિવૃત્ત જવાનોના પરિવારોને રાજ્ય સરકારશ્રી તરફથી માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થું તથા કેન્દ્ર સરકારશ્રી તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના યોગેશ સોની દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રજૂ કરાઈ હતી. પૂર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે પણ કલેક્ટરશ્રી દ્વારા વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
બેઠકમાં જામનગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી કમાન્ડર સંદિપ જયસ્વાલ (નિવૃત્ત) એ 'સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ' અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરને નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ દરમિયાન જામનગર જિલાના દાતાશ્રીઓએ ફાળવે લક્ષ્યાંકની સરખામણીએ કુલ ર.૦૯ ટકાનો મહત્ત્વનો ફાળો આપેલ છે તથા નાણાકીય વર્ષ ર૦ર૪-રપ ના ૧-૪-ર૦ર૪ થી તા. ૩૦-૧-ર૦ર૪ સુધીમાં ર૧ પરિવારોને રૃા. ૮,૩પ,૧૦૦ ની માસિક આર્થિક સહાય ૧ પરિવારને રૃા. ર૭,પ૦૦ ની દીકરી લગ્ન સહાય તેમજ ૬ પરિવારોને અંતિમ ક્રિયા સહાય પેટે રૃા. ૧૦,૦૦૦ ની એમ કુલ રૃા. ૯,૬ર,૬૦૦ ની સહાય ચૂકવવામાં આવેલ છે.
ફ્લેગ ડેની ઉજવણી અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ દ્વારા રૃા. રપ લાખનું અનુદાન અપાયું હતું, જ્યારે વ્યક્તિગત, સામાજિક સંસ્થાઓ તેમજ સરકારી અને ખાનગી એકમોએ પણ ઉદાર હાથે અનુદાન આપી ગત્ વર્ષે ૪૧ લાખ તેમજ ચાલુ નાણાકીય વર્ષે ૩૩ લાખનું અનુદાન આપી સૈનિક પરિવારોને મદદરૃપ બન્યા હતાં.
કલેક્ટરશ્રીએ જામનગરની જનતાને સશસ્ત્ર સેના ધ્વજદિન માટે ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી તથા પૂર્વ સૈનિકો, સ્વ.સૈનિકો ધર્મપત્ની અને તેઓના આશ્રીતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર લાગુ પડતા લાભાર્થીઓને મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી માર્ગદર્શન પૂરૃ પાડ્યું હતું.
આ બેઠકમાં વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, ઈન્ડિયન નેવી અને એરફોર્સના અધિકારીઓ તથા પ્રમુખ, હાલાર જિલ્લાજી. સૈનિક મંડળ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial