Advertisement
Author: નોબત સમાચાર

બેડેશ્વર વિસ્તારમાં ગેસ લીકેજ થતા દોડધામઃ મરામત કામગીરી હાથ ધરાઈ

જામનગર તા. ૯ઃ જામનગરના બેડેશ્વર માર્ગે ગઈકાલે ગેસલાઈન લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી. આખરે ગેસ કંપનીના અધિકારીઓની ટીમ દ્વારા તાબડતોબ મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી કોઈ માનવ હાની થવા પામી ન હતી.

જામનગરના છેવાડે વાલસુરા માર્ગ તરફ પોલીટેકનિક કોલેજ પાસે રેલવે ટ્રેક નજીક ખોદકામની કામગીરી દરમિયાન જમીન નીચેથી પસાર થતી ગેસ પાઈપલાઈનમાં જોડાણ થયું હતું. આથી સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી.

આ અંગેની જાણ થતા જ ગુજરાત ગેસ કંપનીની ટેકનિકલ ટીમ દોડી આવી હતી, અને તાત્કાલિક સૌ પ્રથમ ગેસની પાઈપલાઈનમાં પસાર થતા ગેસના પ્રવાહને અટકાવ્યો હતો અને પછી પાઈપલાઈનની મરામત કામગીરી હાથ ધરી હતી. ત્યારપછી સ્થિતિ પૂર્વવત બની હતી.

સમયસર સાવચેતીના પગલાં લેવામાં આવતા કોઈ નુક્સાની, માનવહાની થવા પામી નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh