Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના વેપારી પાસેથી વ્યાજ તથા મુદ્દલ વસૂલી લીધા પછી પણ ધાકધમકીની રાવ
જામનગર તા. ૯ઃ જામનગરના સેટેલાઈટ પાર્કમાં રહેતા એક વેપારીએ દોઢેક વર્ષ પહેલાં રૃા.૮ લાખ દસ ટકાના વ્યાજે લીધા પછી મુદ્દલ અને વ્યાજ મળી રૃા.૧૫ લાખ ૨૦ હજાર ચૂકવી આપ્યા હતા. તે પછી બેંક લોનના કારણે એક મકાન અંગે વિવાદ થતાં વ્યાજ ખોરે તેમાં મધ્યસ્થિ કરી સમાધાન કરાવી રૃા.૬ લાખ અને ૬ કોરા ચેક પડાવી લીધા હતા. તે ચેકમાં રકમ ભરી રિટર્ન કરાવ્યા પછી વધુ રૃા.૩૦ લાખની માગણી કરાતા નાસી પાસ થયેલા વેપારીએ ઝેરના પારખા કર્યા હતા. પોલીસે તેઓની ફરિયાદ પરથી વ્યાજ ખોર સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા સેટેલાઈટ પાર્કની શેરી નં.૫માં રહેતા ઘનશ્યામ જમનભાઈ ચોવટીયા નામના યુવાને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધર્મેશ રાણપરીયા નામના શખ્સ સામે આઈપીસી ૫૦૬ (ર) તથા મનીલેન્ડર્સ એક્ટની કલમ ૫, ૩૯, ૪૦ તથા ૪૨ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ દોઢેક વર્ષ પહેલા તેઓને પૈસાની જરૃરિયાત ઉભી થતાં તેઓએ રૃા.૮ લાખ મૂળ લોઠીયા ગામના અને જમીન પ્રકરણોમાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયા પાસેથી રૃા.૮ લાખ હાથઉછીના લીધા હતા.
આ વેળાએ તેઓએ ૧૦ ટકા વ્યાજ આપવાનું તેમ ઠરાવાયું હતું. દર મહિને રૃા.૮૦ હજાર લેખે નવ મહિના સુધી તેણે રૃા.૭ લાખ ૨૦ હજાર વ્યાજપેટે ચૂકવી આપ્યા હતા અને રૃા.૮ લાખ પણ આપી દીધા હતા.
તે દરમિયાન મયુર ટાઉન શીપમાં ઘનશ્યામભાઈએ પોતાનું એક મકાન રમેશભાઈ ગોરસીયા મારફત વેચ્યું હતું તેની રૃા.ર૩.૩૧ લાખની લોન બેંકમાં ભરવાની બાકી હતી. તે મુદ્દે વિવાદ થતાં ધર્મેશે મધ્યસ્થી બની સમાધાન કરાવ્યું હતું અને તેના પેટે ઘનશ્યામ ચોવટીયા પાસેથી છ કોરા ચેક તથા રૃા.૬ લાખ રોકડા મેળવી લીધા હતા.
તે પછી ધર્મેશે તે ચેક બેંકમાં રજૂ કરી પરત ફેરવી લીધા હતા. તે ચેક પરત આપવાના અને વ્યાજના બાકી રહેતા રૃપિયા આપવાનું કહી ધર્મેશે ઉઘરાણી શરૃ કરવા ઉપરાંત સમાધાનના રૃા.૩૦ લાખ આપવા પડશે તેમ કહી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગભરાયેલા ઘનશ્યામભાઈએ ગયા સપ્તાહે ઝેરી દવા પી લીધી હતી. ત્યારપછી ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આરોપીને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial