Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડીનાકા પાસેથી વર્લીબાજની ધરપકડઃ
જામનગર તા. ૯ઃ કાલાવડ ના કાશ્મીરપરામાં જાહેરમાં તીનપત્તી રમતા ચાર શખ્સને પોલીસે પકડી લીધા છે. જૂની જયશ્રી ટોકિઝ પાસેથી વર્લી મટકાના આંકડા લખતો શખ્સ મળી આવ્યો છે. ધુંવાવ પાસે ગંજીપાના કૂટતા ચાર શખ્સ ઝડપાઈ ગયા છે.
કાલાવડ શહેરના કાશ્મીર પરા વિસ્તારમાં ઇમામના ઓટા પાસે શનિવારે રાત્રે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીઆઈ એન.વી. આંબલીયા તથા સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે રોનપોલીસ રમી રહેલા અમીનશા મામદશા મકવાણી, આદમશા જુસબશા શેખ, મજીદશા કાસમશા શેખ, ઈરફાન અલારખા થૈયમ નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૃા.૧૦૨૪૦ રોકડા કબજા કર્યા છે.
જામનગરના બેડીના નાકા પાસે જૂની જયશ્રી ટોકિઝ નજીક શનિવારે સાંજે જાહેરમાં ઊભા રહી વરલી મટકાના આંકડા લખતા સલીમ અકબર બેલીમ ઉર્ફે પેઈન્ટર નામના ગુલાબનગરના શખ્સને પકડી પાડી પોલીસે વરલીના આંકડા લખેલી ચીઠી, રોકડ તથા બોલપેન કબજે કર્યા છે.
જામનગર-રાજકોટ માર્ગ પર ધુંવાવ ગામ પાસે બાવળની કાટમાં ગઈકાલે રોનપોલીસ રમતા કેશવજી જેસાભાઈ કણઝારીયા, પરેશ નરશીભાઈ પરમાર, જાવેદ દાઉદ સફીયા, ઝાકીરહુસેન ઓસમાણ સીપીયા નામના ચાર શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૃા.૧૨૭૫૦ કબજે કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial