Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લાની નદીમાંથી બેફામ રેતી ચોરીઃ તપાસની માંગ

પૂર્વ કોર્પોરેટર દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતઃ

જામનગર તા. ૯ઃ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ડોબર વિસ્તારની ડોબર નદીમાંથી મોટાપાયે રેતીચોરી થતી હોવા અંગે મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર, પોલીસવડા, ખાણ ખનીજ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

જામનગરના પૂર્વ કોર્પોરેટર હુશેનાબેન અનવર સંઘારે આ રજૂઆતમાં જણાવેલ કે, ડોબર નદીમાંથી બેફામ ચોરી થઈ રહી છે. નજીકમાં જ ચેરીયાના વૃક્ષો છે તેનો સંપૂર્ણ નાશ કરી નાખવામાં આવ્યો છે. પરંતુ ફોરેસ્ટ અધિકારીઓ કોઈ પગલા લેતા નથી. અને રેત માફિયાની તરફેણમાં અધિકારી જવાબો આપી રહ્યા છે. આ અંગે તેમની સામે ખાતાકિય તપાસ કરી યોગ્ય પગલા લેવાની જરૃર છે. ખાણખનીજ વિભાગમાં જવાબદાર અધિકારી પણ કોઈ પગલા લેતા નથી શું તેમની પણ સાંઠગાંઠ છે ? ખાનગી માહિતીઓ રેત માફીયા સુધી પહોંચતી કરવામાં આવી છે.

આ બાબતની તપાસ પણ જરૃરી છે. અહીની રેતી ચોરીનું દુષણ સંપૂર્ણ પણે બંધ કરવામાં આવે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh