Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારાની બદલે હલકો કોલસો ધાબડતા હતાઃ
જામનગર તા. ૯ઃ મોરબી પાસે ગાળા ગામના પાટીયા નજીક કોલસાના ગોડાઉન માં શનિવારે એસએમસીની ટીમે દરોડો પાડી ૧૫૮૪ ટન પેટકોક તથા ૫૦૦ ટન વેસ્ટ કોલસો કબજે કર્યાે હતો. સારી ગુણવતાના કોલસાની બદલે હલકો કોલસો ધાબડી દેવાના આ કૌભાંડમાં જામનગરના શખ્સોની પણ સંડોવણી ખૂલી છે.
મોરબી ૫ાસે આવેલા ગાળા ગામના પાટીયા પાસે શનિવારે ગાંધીનગરથી એસએમસીની ટીમે એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. તે ગોડાઉનમાંથી પેટકોક તથા નબળી ગુણવતાનો કોલસો મોટા જથ્થામાં મળી આવ્યો હતો. પેટકોકના એક ટનના અંંદાજે રૃા.૨૧ હજાર ભાવ છે અને તેની સામે નબળી ગુણવતાનો કોલસો એક ટનના રૃા.૩થી ૮ હજારમાં ઉપલબ્ધ છે. તેથી બંને કોલસાના જથ્થા અંગે તપાસ કરાતી હતી.
તે દરમિયાન ગુજરાત તથા રાજસ્થાનના કેટલાક વેપારીઓ સાથે પેટકોકની સામે નબળી ગુણવતાનો કોલસો ધાબડી દઈ છેતરપિંડી કરાતી હોવાનું જણાઈ આવ્યું હતું. મોરબી તાલુકા પોલીસ મથકમાં તેની ફરિયાદ કરાઈ છે. જેમાં ગોડાઉનના મેનેજર ભાવેશ સેરસીયા ઉપરાંત જામનગરના ગુલાબનગરમાં રહેતા ટ્રક ડ્રાઈવર જયદેવ કરશનભાઈ ડાંગર, ધ્રોલના મયુરરાજસિંહ સુખદેવસિંહ જાડેજા, અલીયાબાડાના ભીખુભાઈ વનરાવનભાઈ, જયદીપગીરી ભરતગીરી ગોસ્વામી સહિતના શખ્સો સામે ગુન્હો નોંધાયો હતો. તેમાં જામનગરના કુલદીપસિંહ સુરૃભા ઝાલા વગેરેની સંડોવણી ખૂલી છે.
તે ગોડાઉનમાંથી ૧૫૮૪ ટન પેટકોક અને ૫૦૦ ટન વેસ્ટ કોલસો મળ્યો હતો. ૧૭ મોબાઈલ, બે મોટા ટ્રક, બે લોડર મશીન, ચાર મોટર કબજે કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial