Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદ-મુંબઈ વચ્ચે ૧૬૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવાશે

મુંબઈ-દિલ્હી પછી વધુ એક લાભ

જામનગર તા. ૯ઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે આગામી ચારેક માસમાં ૧૬૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવવામાં આવશે. આ માટે તમામ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને તાજેતરમાં ટ્રાયલ પણ કરવામાં આવી હતી. તેમાં વંદે ભારત ટ્રેનને ૧૩૦ કિમીની ઝડપે દોડાવવામાં આવી હતી.

મુંબઈ-અમદાવાદ વચ્ચે વધુ ઝડપે ટ્રેન દોડાવવા માટે રેલવેએ ખાસ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આથી મુસાફરો ઓછા સમયમાં મુંબઈ-અમદાવાદ-મુંબઈ વચ્ચે પહોંચી શકશે.

પાંચ વર્ષ પહેલાં મુંબઈ-દિલ્હી વચ્ચે ૧૬૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવવા મિશન રફતાર પ્રોજેક્ટ શરૃ કરવામાં આવ્યો હતો. ૧૪૭૮ કિમીના આ રૃટ અને ૮ હજાર કરોડના આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થયું હતું. હવે દર બે માસે એક વખત ૧૩૦ કિમીની ટ્રાયલ કરવામાં આવશે. આ પછી તબક્કાવાર વિભાગ મુજબ ૧૩૦ કિમીની ઝડપે ટ્રેનની ટ્રાયલ કરાશે. આ માટે ટ્રેકની બન્ને સાઈડ ફેન્સીંગ કરવામાં આવી છે.

ભારતીય રેલવેમાં ટ્રેનની સરેરાશ સ્પીડ ૭૦ થી ૮૦ કિમીની રહે છે. જે વધારીને ૧૬૦ કિમીની કરવામાં આવનાર છે.

મુંબઈ-દિલ્હી પછી રેલવેએ મુંબઈ-અમદાવાદ રૃટને પસંદગી આપી હતી જે લગભગ પૂર્ણતાના આરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh