Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાન ૧.પ ડીગ્રી ઘટ્યુંઃ
જામનગર તા. ૯ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૪.પ ડીગ્રી નોંધાયું હતું. ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાના પગલે સમગ્ર હાલાર પંથકમાં પુનઃ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ફરી એક વખત હિમવર્ષાનો પ્રારંભ થયો છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં થયેલા હિમવર્ષાના પગલે પહાડો તથા મેદાનો બરફ આચ્છાદીત થઈ ગયા છે. બરફવર્ષાના પગલે કેટલાક માર્ગો બંધ થઈ જતાં વાહનચાલકો તથા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તીવ્ર ઠંડીના પગલે જનજીવન ઠૂંઠવાઈ ગયું છે. ઉત્તર ભારતના હિમ સમાન ઠંડા પવનોએ ગુજરાતમાં પ્રવેશ કરતા હવે રાજ્યોમાં પણ તાપમાનનો પારો નીચે શરકી રહ્યો છે.
સમગ્ર હાલાર પંકમાં ફરી એક વખત ઠંડીમાં વધારાનો પ્રારંભ થયો છે. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૪.પ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૮.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ એક જ દિવસમાં ૩પ ટકા ઘટીને પર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial