Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય નાગરિકોને સિરીયા છોડવાનો આદેશ

વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાઈ એડવાઈઝરીઃ

નવી દિલ્હી તા. ૯ઃ ભારત સરકારે સિરીયા માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરીને ભારતીય નાગરિકોને આગામી આદેશો સુધી દેશની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ ચેતવણી સિરીયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવી છે, જે પ્રવાસીઓ માટે જોખમી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સિરીયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી આદેશ સુધી સિરીયાની મુસાફરી ટાળે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે હાલમાં સિરીયામાં હાજર ભારતીયોને વિનંતી છે કે તેઓ અપડેટ માટે દમાસ્કસમાં ભારતીય દૂતાવાસના ઈમરજન્સી હેલ્પલાઈન નંબર (વોટસએપ પર પણ) અને ઈમેલ આઈડી પર સાથે સંપર્કમાં રહે. જેઓ લોકો દેશ છોડીને જઈ શકે છે, તેઓને ઉપલબ્ધ બને તેટલી વહેલી તકે કોમર્શિયલ ફલાઈટસ દ્વારા નીકળી જવાની સલાહ આપવામાં આવે છે.

બાકીના લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ તેમની સલામતી અંગે ખૂબ કાળજી રાખે અને તેમની પ્રવૃત્તિઓને ન્યૂનતમ સુધી મર્યાદિત રાખે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે સિરીયામાં હિંસાની વૃદ્ધિ પર ધ્યાન આપ્યું છે અને ત્યાં ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું કે સિરીયામાં લગભગ ૯૦ ભારતીય નાગરિકો છે, જેમાંથી ૧૪ યુએનની વિવિધ સંસ્થાઓમાં કામ કરી રહ્યાં છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh