Advertisement
Author: નોબત સમાચાર

વિર સાવરકર આવાસ યોજનામાં લીફટ બંધઃ પાણીની સમસ્યા

જામનગરના બેડેશ્વર વિસ્તાર સ્થિત

જામનગર તા. ૯ઃ જામનગરમાં બેડેશ્વર માર્ગે આવેલ આવાસ યોજનામાં અનેક સુવિધા ખુટતી હોવાથી રહેવાસીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. મહિલા કોર્પોરેટર દ્વારા અહીં જઈ મુલાકાત કરી હતી અને રહેવાસીઓની સમસ્યાને વાચા આપવા પ્રયત્ન કર્યો હતો. આ સમયે વસવાટ કરનારાઓએ કોર્પોરેટર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતાં.

જામનગર મહાનગર પાલિકા દ્વારા સરકારના સહયોગથી બેડેશ્વરવિવસ્તારમાં વિરસાવરકર આવાસ યોજના બનાવાઈ. જયાં રહેવાસીઓ પાસેથી મકાનના પૈસા વસુલ્યા પછી તેમને આપવી જોઈતી સુવિધા આપવામાં આવી નથી. આથી આવાસમાં વસવાટ કરતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

માત્ર દોઢેક વર્ષમાં જ લીફટ બંધ થઈ જવા પામી છે. વિંગમાં પાણીની સમસ્યા વધુ છે. માત્ર મહાનગર પાલિકા દ્વારા વિતરણ થતાં પાણી ઉપર દિવસ પસાર કરવો પડે છે. પરંતુ પાણી ખેચવાની ઈલેકટ્રીક મોટરની સુવિધા નથી. ભૂગર્ભ ગટરની કુંડી બનાવી આપવામાં આવી નહી હોવાથી રહેવાસીએ પોતાના ખર્ચે આવી કુંડી બનાવી છે.

આ અંગે અનેક રજૂઆતો છતા દાદ આપી ન હતી. આથી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ વિર સાવરકર આવાસની રૃબરૃ મુલાકાત કરી હતી. અને લોકોના પ્રોશ્નો સાંભળી સક્ષમ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. તેવી હૈયા ધારણા આપી હતી. અને જરૃર પડયે આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh