Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાર્યવાહીનો રિપોર્ટ પણ આપવા અપાઈ સૂચનાઃ
જામનગર તા. ૯ઃ જામનગરના એક એડવોકેટે આઈઓઆરએમાં વારસાઈ નોંધ તથા હૈયાતીમાં હક્ક દાખલ કરતી વખતે અંગ્રેજીમાં સરનામા ટાઈપ ન થતા હોવાની રજૂઆત મુખ્યમંત્રી કાર્યાલયને કરી હતી. તેના પગલે આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા અને થયેલી કાર્યવાહીનો રિપોર્ટ આપવા સૂચના અપાઈ છે.
જામનગરના એડવોકેટ હીરેન ગુુઢકાએ આઈઓઆરએ માં ખેતીની જમીન અંગે વારસાઈ નોંધ તથા હૈયાતીમાં હક્ક દાખલ કરવાની નોંધ અંગેની અરજી કરતી વખતે અરજદાર પોતાના સરનામા અંગ્રેજીમાં ટાઈપ કરી શકતા નથી તેવી રજૂઆત કરી હતી.
તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત બહાર કે દેશની બહાર વસવાટ કરતા હોય તેવા વ્યક્તિઓના સરનામા અંગ્રેજીમાં ટાઈપ થવા જોઈએ પરંતુ તેમ ન થતાં હોવાથી અને ઈ-ધરા કેન્દ્રમાં ૧૩૫-ડીની નોટીસની બજવણી માટે સરનામા અંગ્રેજીમાં લખવા પડતા હોવાથી સમય બગડી રહ્યો છે અને ભાષાંતરમાં પણ ભૂલ થવાની શક્યતાઓ રહેલી છે. તે ઉપરાંત આ નોટીસ ન બજવાના કારણે નોંધ નામંજૂર થવાની પણ વકી છે.
ઉપરોક્ત રજૂઆતને ધ્યાને લઈ રાજ્યના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવની કચેરીએ ઓનલાઈન વારસાઈ નોંધની અરજીમાં અંગ્રેજીમાં સરનામા ટાઈપ થઈ શકે તે માટે કાર્યવાહી કરવા અને થયેલી કાર્યવાહીની વિગતો મોકલી આપવા સૂચના આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial