Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજીએ પકડી લઈ કાર્યવાહી કરીઃ
જામનગર તા. ૭ઃ જામનગરના બે આસામીને ચેક પરતના કેસમાં સજા ફટકારાતા બંને આરોપી પલાયન થઈ ગયા હતા. એક આરોપીને રાજપાર્ક નજીક રંગમતી પાર્કમાં તેના ઘર પાસેથી અને બીજા આરોપીને સુભાષ શાક માર્કેટ પાસેથી એસઓજીએ પકડી લીધા છે.
જામનગરના દેવુભાના ચોક નજીક કરશનભાઈના ચોકમાં રહેતા જયેશ રવિશંકર શુકલ નામના શખ્સ સામે અગાઉ અદાલતમાં ચેક પરતની રાવ થઈ હતી. તે ગુન્હામાં અદાલતે સજા ફટકારતા આરોપી જયેશ શુકલ નાસી ગયો હતો.
ઉપરોક્ત આરોપી સુભાષ શાક માર્કેટ પાસે આવ્યો હોવાની બાતમી એસઓજીના અનિરૃદ્ધસિંહ, રમેશભાઈ, દિનેશ સાગઠીયા, ફિરોઝ ખફીને મળતા પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઈ એલ.એમ. જેરના વડપણ હેઠળ દોડી ગયેલી ટીમે આરોપીને દબોચી લીધો છે.
જામનગરના રંગમતી પાર્ક-રમાં રહેતા ભાવેશ નાગજીભાઈ પરમારને પણ ચેક પરતના કેસમાં સજા ફટકારવામાં આવી હતી. તે આરોપી પણ નાસી ગયો હતો. એસઓજીના મેહુલ વીસાણી, વિજય કારેણા, તૌસીફ તાયાણીને મળેલી બાતમીના આધારે એસઓજી ટીમે તેને તેના ઘર પાસેથી પકડી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial