Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ તથા ખર્ચ પણ ચૂકવવા કરાયો આદેશઃ
જામનગર તા. ૯ઃ જામનગરના એક આસામીએ છ વર્ષ પહેલાં પોતાની મૂડી એક ખાનગી પેઢીમાં રોક્યા પછી પાકતી મુદ્દતે તે પેઢીએ મળવા પાત્ર રકમ ન ચૂકવતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે તે રકમ અને વ્યાજ તેમજ ખર્ચ પણ ચૂકવવા આ પેઢીને આદેશ કર્યાે છે.
જામનગરના ખારવા ચકલા વિસ્તારમાં રહેતા હિતેશ મકવાણા નામના આસામીએ યુનિક સ્વયંમ મલ્ટી સ્ટેટ કો. ઓ. સોસાયટીમાં વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન હેઠળ રૃા.૫૦ હજાર રોક્યા હતા.
આ આસામીને છ વર્ષ પછી રૃા.૧૦૧૪૦૦ આપવાની વાત કરાઈ હતી. તે પછી સમય પૂર્ણ થયા પછી પણ હિતેશભાઈને તે રકમ ન ચૂકવાતા તેઓએ આ પેઢી સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે ઉપરોક્ત રકમ અને તેના પર ૧૨ ટકા વ્યાજ, ફરિયાદ ખર્ચના રૃા.૧૦ હજાર અલગથી ચૂકવી આપવા પેઢીના જવાબદારોને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial