Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત સરકાર તરફથી ગુજરાતને પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયતઃ
જામનગર તા. ૯ઃ કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગત્ તા. પ-ડિસેમ્બર-ર૦ર૪ ના 'અન્ન ચક્ર' પીડીએસ સપ્લાય ચેઈન ઓપ્ટિમાઈઝેશન ટૂલ અને એનએફએસએ માટે સબસિડી કલેમ્સ એપ્લિકેશન પોર્ટલના લોન્ચિંગ સમયે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા સપ્લાય ચેઈન ઓપ્ટિમાઈઝેશન, કે જેમાં ખાસ કરીને રૂટ ઓપ્ટિમાઈઝેશન અમલીકરણના ઉત્તમ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૨ના જૂન માસથી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાજ્યમાં આવેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના તમામ ગોડાઉન તેમજ તમામ વ્યાજબી ભાવની દુકાનોને ઓનલાઈન જાહેર વિતરણ વ્યવસ્થા પ્લેટફોર્મમાં સફળતાપૂર્વક જીઓ-ફેન્સ કરવામાં આવ્યા છે.
ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર, આઈઆઈટી દિલ્હી અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા સંયુક્ત રીતે એક ઓપ્ટિમાઇઝેશન સ્ટડી તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત માટે એલ-૧ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા / સીડબલ્યુટીસીથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન સુધીમાં ૩૮ ટકા અને એલ-૨ એટલે કે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમનાથી વ્યાજબી ભાવની દુકાનો સુધીમાં ૦૬ ટકા સુધીના નોંધપાત્ર ખર્ચ ઘટાડાનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિભાગે વ્યાપક વિશ્લેષણ હાથ ધરીને ઓપ્ટિમાઇઝ કરી શકાય તેવા એલ-૧ માટે ૬૫૧ રૂટ્સ અને એલ-૨ માટે ૧૬,૮૨૭ રૂટ્સની ઓળખ કરી હતી.
એફસીઆઇની એફઆઇએફઓ નીતિ અને મૌસમી વિવિધતા જેવા પડકારો હોવા છતાં આ વિભાગે એફસીઆઇના અધિકારીઓ,જિલ્લા અધિકારીઓ અને પરિવહન એજન્સીઓ સહિતનાં હિતધારકો સાથે સતત બેઠકો અને ચર્ચા વિચારણા કરી એલ-૧ માટે ૨૩૯ માંથી ૧૭૦ એટલે કે ૭૧.૧૨ ટકા રૂટ અને એલ-૨ માટે ૧૬,૮૨૭ માંથી ૧૫,૩૭૬ એટલે કે ૯૧.૩૭ ટકા રૃટ સફળતાપૂર્વક ઓપ્ટિમાઇઝ કર્યા હતા. જેના પરિણામે ડિસેમ્બર ૨૦૨૩ થી જુલાઈ ૨૦૨૪ દરમિયાન જ પરિવહન ખર્ચમાં કુલ અંદાજિત રૂ. ૪.૫ કરોડ અને માસિક સરેરાશ રૂ. ૫૬ લાખની બચત થઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વમાં અને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શનમાં આવા પરિવર્તનકારી પરિણામોની ભારત સરકાર દ્વારા નોંધ લઇ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વધુમાં, જાહેર વિતરણ વ્યવસ્થા સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના કેન્દ્ર સરકારના પ્રેઝન્ટેશન તેમજ બ્રોશરમાં પણ ગુજરાત મોડેલને ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જે ગુજરાત માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. આ ઉપલબ્ધિ વિભાગની નવીનતા, કાર્યક્ષમતા અને સેવામાં ઉત્તમતા લાવવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તદુપરાંત જાહેર વિતરણ પ્રણાલીને સુવ્યવસ્થિત ચલાવીને તમામ સાચા લાભા ર્થીઓને યોગ્ય લાભ મળી રહે તે સુનિશ્ચિત કરવાની ગુજરાત સરકારની અડગ દૃષ્ટિને પ્રતિબિંબિત કરે છે, તેમ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગની યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial