Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકામાં જન્મ સાથે બાળકને મળતું અમેરિકાનું નાગરિકત્વનો કાયદો રદ થશે

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મક્કમઃ

નવી દિલ્હી તા. ૯ઃ અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આઠમી ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે, 'અમેરિકન સરકાર અમેરિકામાં જન્મની સાથે જ મળી જતી નાગરિક્તાની યોજના અમે ખતમ કરી દઈશું.' અમેરિકાના બંધારણના ૧૪ મા સંશોધનમાં અમેરિકામાં જન્મની સાથે જ નાગરિક્તા આપવાનો કાયદો છે, પરંતુ ટ્રમ્પના આ નિર્ણયથી લોકોના અધિકાર છીનવાઈ જવાની ભીતિ વધશે તેમજ જે લોકો પાસે અમેરિકામાં કાયદેસર દસ્તાવેજ નથી તેમની મુશ્કેલીઓ વધશે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદે શપથ ગ્રહણ કરે તે સમયથી જ કેટલાક મોટા ફેરફારો થવાની સંભાવના જોવા મળે છે. તેમાં ઈમિગ્રેશન મુદ્દે કડક વલણ, ક્રિપ્ટો કરન્સી મુદ્દે સુધારા જેવા ફેરફારો સામેલ છે.

એક મીડિયા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું કે, અમારૃ લક્ષ્ય ચાર વર્ષના કાર્યકાળમાં અમેરિકામાં કાયદેસર રૃપે પ્રવેશ કરાવનારા તમામ ઈમિગ્રન્ટ્સને આશરો આપશે, પરંતુ બાળકોના માધ્યમથી અમેરિકામાં આશરો લેનારા અને પ્રવેશ કરનારા ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સ વિરૃદ્ધ કાર્યવાહી હાથ ધરાશે. જેના ભાગરૃપે તે બાળકના જન્મતાવેંત મળતા નાગરિક્તાનો કાયદો રદ્ કરાશે.

ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરીમાં શપથ ગ્રહણ કર્યા પછી બીજા કાર્યકાળની રૃપરેખા રજૂ કરી છે. જેમાં ઈમિગ્રેશન પોલિસી, ક્રિમિનલ જસ્ટિસ અને કાર્યકારી નેતૃત્વ પર વિવાદાસ્પદ કાર્યવાહીઓનું વચન સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર પોતાના વચનોમાં ટ્રમ્પે અમેરિકામાં ઈમિગ્રેન્ટ્સના જન્મેલા બાળકોને જન્મજાત નાગરિકત્વ આપવાનો કાયદો રદ્ કરવા અને ટ્રમ્પની વિરૃદ્ધ તપાસ કરારા કોંગ્રેસના સભ્યો સહિત રાજકીય વિરોધીઓ સામે બદલો લેવા પર ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત ટ્રમ્પે જાહેરાત કરી હતી કે આવતા મહિને ઓફિસમાં મારા પ્રથમ દિવસે જ હું ૬ જાન્યુઆરી ર૦ર૧ ના કેપિટલ હુમલામાં સામેલ અને દોષિત ઠરેલા સમર્થકોને માફ કરી દઈશ. આ મામલે ઝડપથી પગલાં લેવાશે.

આ સિવાય ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે ગર્ભપાતની ગોળીઓની ઉપલબ્ધતાને મર્યાદિત કરવાની કોઈ યોજના નથી બનાવી રહ્યા. ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ગર્ભપાતનો અધિકાર દૂર કરવાની કવાયત હાથ ધરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh