Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેંગરેપના આરોપી સામે વધુ એક ગુન્હાની નોંધઃ
જામનગર તા. ૯ઃ જામનગરના મોટા થાવરીયા ગામમાં એક શખ્સે પોતાના સાગરિત સાથે મળી ગ્રામ પંચાયત પાસેથી મકાન વેરાની પહોંચ મેળવી તેના આધારે ગૌચરની ૧૧ વીઘા જમીન પર દબાણ કરી ફાર્મ હાઉસ બનાવી લીધુ હતું. ગેંગરેપ સહિતના ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા આ શખ્સના ફાર્મ હાઉસ પર પોલીસે બુલડોઝર ફેરવ્યા પછી તે શખ્સ તથા તેના સાગરિત સામે પૂર્વયોજીત કાવતરૃ રચી ખોટો વેચાણ કરાર ઉભો કરવાનો ગુન્હો નોંધાયો છે.
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા મોટા થાવરીયા ગામમાં આવેલી સરકારી અને ગૌચરની ૧૧ વીઘા જમીન પર જામનગરના હુસેન ગુલમામદ શેખ નામના શખ્સે દબાણ ઉભુ કરી તેમાં અશદ ફાર્મ નામનું ફાર્મ હાઉસ ઉભુ કરી લીધુ હતું. તે પછી આ જગ્યા અંગે હાથ ધરાયેલી તપાસમાં હુસેન તથા તેના સાગરિત અફઝલ સીદીક જુણેજાએ તે જગ્યા પચાવી પાડવા માટે ખોટો વેચાણ કરાર ઉભો કર્યાનું બહાર આવ્યું હતું.
આ બંને શખ્સે તે કરાર ઉભો કરતા પહેલાં વર્ષ ૨૦૧૯માં મોટા થાવરીયા ગ્રામ પંચાયત પાસેથી મકાન વેરાની પહોંચ મેળવી તેના આધારે આ જગ્યા દબાવી લીધી હતી અને હુસેને તેમાં અશદ ફાર્મ ઉભુ કરી દીધુ હતું.
આ બાબતની શેખપાટ ગામમાં વસવાટ કરતા રણછોડભાઈ મોહનભાઈ મઘોડીયાએ ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવાયા મુજબ આ શખ્સોએ વર્ષ ૨૦૧૯ ના એપ્રિલ મહિનાની ૧૬ તારીખે તે કરાર બનાવી લઈ તેનો સાચા કરાર તરીકે ઉપયોગ કર્યાે હતો. પોલીસે આઈપીસી ૧૨૦ (બી), ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી હતી. તેમાં સ્ટાફના જમાદાર નિર્મળસિંહ જાડેજા, હરદીપસિંહ, જયદીપસિંહ, ચેતનભાઈને બાતમી મળી હતી કે, આરોપી પૈકીનો અફઝલ જુણેજા નાસી જવા માટે વાહન ની શોધ કરી રહ્યો છે. તે બાતમીથી પ્રોબે. પીઆઈ એચ.પી. ગોહિલને વાકેફ કરાયા પછી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ આરોપી તથા હુસેન ગુલમામદ સામે જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પહેલાં જ ગેંગરેપનો એક ગુન્હો નોંધાયો હતો. તે પછી હુસેન શેખના મોટા થાવરીયા ગામમાં આવેલા અશદ ફાર્મ પર પોલીસે બુલડોઝર ફેરવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial