Advertisement
Author: નોબત સમાચાર

કામધંધો કરવા માટે માતાએ કહેતા કાલાવડના યુવાને ખાઈ લીધો ગળાફાંસો

પેટમાં દુખતું હોવાથી યુવતીની આત્મહત્યાઃ

જામનગરના બેડી વિસ્તારમાં આવેલા હાડકાના કારખાના પાસે સાગરપરામાં રહેતા લક્ષ્મીબેન ગોપાલભાઈ રાઠોડ નામના ૧૯ વર્ષના કોળી યુવતીને બે-ત્રણ મહિનાથી પેટમાં દુખતું રહેતું હતું.

સારવાર લેવા છતાં સારૃ થતું ન હોવાના કારણે કંટાળી જઈને શનિવારે બપોરે લક્ષ્મીબેને ઘરે ઓરડાની છતમાં રહેલા લોખંડના એંગલમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તે બાબતની તેણીના પિતા ગોપાલભાઈ રામજીભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.

કાલાવડ શહેરના આંબેડકર નગરમાં રહેતા મહેશભાઈ વાલજીભાઈ મહીડા નામના ૩૩ વર્ષના યુવાન લાંબા સમયથી કોઈ કામધંધો કરતા ન હતા. તેથી તેમના માતાએ કામધંધો કરવા માટે આ યુવાનને કહેતા તેઓને મનમાં લાગી આવ્યું હતંંુ. આ યુવાને શનિવારની રાત્રીથી રવિવારની સવાર સુધીમાં પોતાના મકાનમાં રહેલી છતના હુંકમાં દોરડા વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો તેની જાણ રવિવારે સવારે તેમના પરિવારને થઈ હતી. કાલાવડ શહેર પોલીસને તેમના સંબંધી મનોજભાઈ કલાભાઈ પરમારે જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh