Advertisement
Author: નોબત સમાચાર

ઉંદર પકડવા માટેની ગ્લુટ્રેપના ઉત્પાદન, વેંચાણ અને ઉપયોગ કરતા પહેલાં જાણીલો કાયદો...

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોગ્ય નિર્દેશો કરવામાં આવ્યાઃ

જામનગર તા. ૯ઃ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર અને જિલ્લા કલેકટર જામનગરની સૂચના અનુસાર સમગ્ર જામનગરમાં ઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગ્લુટ્રેપ, ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ/ ગ્લુટ્રેપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રકારના ગ્લુ ટ્રેપને કારણે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ- ૧૯૬૦ ના નિયમ ૧૧ ની પેટા કલમ (૫) નો ભંગ થાય છે અને નિર્દોષ ઉંદરને યાતના ભોગવવી પડતી હોવાથી સમગ્ર જામનગર જિલ્લામાં ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિર્દેશો કરવામાં આવ્યા છે.

ઉંદરોનું નિયંત્રણ થાય તે ઈચ્છનીય છે. પરંતુ તે માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ- ૧૯૬૦ અને તેના હેઠળના નિયમો સાથે સુસંગત બને તે જરુરી છે. ગ્લુટ્રેપના ઉપયોગથી ઉંદરોને ડીહાઈડ્રેશન, ભૂખમરા, ગુંગળામણ થાય છે અને તેને ખુબ જ પીડા પહોંચે છે. તેથી ઉંદરોનું ખૂબ જ પીડાદાયક મૃત્યુ થાય છે.

ઉંદરોની વસ્તીના નિયંત્રણ માટે અન્ય માનવીય ઉપાયો પણ અમલમાં મુકવામાં આવ્યા છે. તેથી ગ્લુ ટ્રેપ જેવી પીડાદાયક પદ્ધતિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ સભ્ય સચિવ, પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી, જામનગર અને નાયબ પશુપાલન નિયામક, જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh