Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં પોલિયો રસીકરણ અભિયાન પ્રારંભ

કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે

ખંભાળીયા તા. ૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  તા.૮,૯,૧૦ ડિસેમ્બરના દ્વારકા જિલ્લામાં પોલિયો રાઉન્ડ નિમિતે જિલ્લાના કુલ ૮૨૦૦૦ થી વધુ બાળકો આવરી લેવાનું જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાણવડ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર  કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા ભાણવડમાં બુથની મુલાકાત લઈ  અભિયાન શુભારંભ કરાવ્યો હતો. જેમાં  પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીના બે ટીપાં પણ પીવડાવવામાં આવ્યાં હતા. તેમજ  ૦ થી ૫ વર્ષના દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બાળકોને પોલિયો ટીપાં લેવા માટે કેબિનેટ મંત્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.  આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો .પ્રકાશ ચાંડેગ્રા, અગ્રણી ગોવિંદભાઇ કનારા , હમીરભાઈ કનારા, દેવશીભાઈ, ચેતનભાઈ રાઠોડ, પ્રિયેશભાઈ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ  ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh