Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આતંકવાદીઓને ફાયદો ઊઠવવા નહીં દઈએઃ
હમાસ્કસ તા. ૯ઃ અસદ સરકારના પતન પછી સીરિયામાં અમેરિકા અને ઈજરાયલ હાવી થઈ ગયું છે. અમેરિકાએ સીરિયામાં હાજર આઈએસઆઈએસ હેઠળ ૭પ ઠેકાણા પર હુમલા કર્યા છે. વળી, ઈઝરાયલે પણ આશરે ૧૦૦ થી વધારે ઠેકાણાઓ પર હુમલા કર્યા છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમેરિકાએ સીરિયામાં હાજર આઈએસઆઈએસના ઠેકાણા પર ડઝનથી વધારે સ્ટ્રાઈક કરી છે. અમેરિકન એરફોર્સના બી-પર સ્ટ્રેટોફોર્ટેસ બોમ્બર, એફ-૧પ ઈ સ્ટ્રાઈક ઈગલ્સ અને એ-૧૦ થંડબોલ્ટ-ર ફાઈટ જેટે સેન્ટ્રલ સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના નેતાઓ, લડવૈયા અને શિબિરો પર ડઝનથી વધારે હવાઈ હુમલા કર્યા.
અમેરિકન સેન્ટ્રલના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી કે, અમારા વિમાને આતંકવાદી સમૂહના ૭પ થી વધારે ઠેકાણા પર સ્ટ્રાઈક કરી છે. અમેરિકાએ દાવો કર્યો કે, આ હુમલા અસદ સરકારના પતન પછી સીરિયામાં ફેલાયેલી અશાંતિને જોતા કરવામાં આવ્યા છે, જેથી તેનો ફાયદો આઈએસઆઈએસ ન ઊઠાવી શકે. બીજી બાજુ ઈઝરાયલ પણ સીરિયામાં હુમલો કરી રહ્યું છે.
અમેરિકન અધિકારીએ કહ્યું, 'રાષ્ટ્ર પ્રમુખના આદેશ પર, અમે આઈએસઆઈએસ લડવૈયાઓ અને નેતાઓના એક મહત્ત્વપૂર્ણ સમૂહને નિશાનો બનાવ્યો.' પેટાગનના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ હુમલા સટીક હતાં અને અમને નથી લાગતું કે તેમાં કોઈ નાગરિકને નુક્સાન પહોંચ્યું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર અમેરિકન સેના હજુ પણ સ્ટ્રાઈકથી થયેલા નુક્સાનની આકરણી કરી રહી છે.
અસદના પતન પછી ઈઝરાયલના રક્ષા દળોએ કબજે કરવામાં આવેલા ગોલાન હાઈટ્સમાં પોતાની સ્થિતિને મજબૂત કરતા બફર ઝોનમાં સેના તૈનાત કરી દીધી છે. ઈજરાયલના અધિકારીઓનું કહેવું છે કે, તેઓએ અસ્થાઈ રીતે સીરિયાના આ વિસ્તાર પર કબજો કરી લીધો છે. છેલ્લા થોડા કલાકોમાં ઈઝરાયલની વાયુ સેનાએ સીરિયામાં ૧૦૦ થી વધારે ઠેકાણો પર હુમલો કર્યો છે. ઈઝરાયલ અધિકારીઓનું કહેવું છે કે, તે એવા સૈન્ય ઠેકાણા પર હુમલો કરી રહ્યા છે, જો તે ઉગ્રવાદીઓને હાથ લાગશે તો ઈઝરાયલની સુરક્ષાને જોખમ થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial