Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણ સમાજ માટે સ્તુત્ય પગલુંઃ
જામનગર તા. ૯ઃ જામનગર શહેરમાં છેલ્લા ૧૨ વર્ષથી ક્રાંતિકારી વિચારો સાથે સમાજ ઉત્કર્ષના, સાંસ્કૃતિક પ્રોજેકટ સહિત અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા એક સ્તુત્ય પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.
પ્રવર્તમાન મોંઘવારીના સમયમાં સામાજિક પ્રસંગોના બિનજરૃરી ખર્ચા ટાળી કરકસરથી પારિવારિક પ્રસંગ થઈ શકે તે માટે સમાજના જરૃરિયાતમંદ પરિવારો માટે પંચમ યજ્ઞોપવિત સંસ્કાર કરાવી આપવામાં આવશે. જેની રજિસ્ટ્રેશન ફી માત્ર ૧૦૧/- રાખવામાં આવેલ છે.
આ ઉપનયન સંસ્કારમાં જોડાનાર બટુકોનાં પ્રત્યેક પરિવારનાં ૧૧ વ્યકિતના ભોજનની વ્યવસ્થા તેમજ બટુક માટે (ધોતી) પીતાંબરની વ્યવસ્થા સંસ્થા તરફથી કરી આપવામાં આવશે. સાત બટુકનું રજીસ્ટ્રેશન થયેથી આ ઉપનયન સંસ્કાર વેદોકત વિધિ મુજબ ગ્રહણ કરાવવામાં આવશે. આ યજ્ઞોપવિત સંસ્કારનો સમય સવારે ૮.૦૦ થી ૧.૦૦ વાગ્યાનો રહેશે.
જે કોઈ રઘુવંશી વહેલા તે પહેલા આ પ્રોજેકટમાં જોડાઈ પોતાના સંતાનને ઉપનયન સંસ્કાર આપવા ઈચ્છતા હોય તેમણે સંસ્થાના કાર્યાલય ૨૨૫, માધવ દર્શન કોમ્પલેક્ષ, ક્રિકેટ બંગલા સામે, જામનગરમાં બપોરના ૨ થી ૪ વાગ્યા દરમ્યાન સંપર્ક કરવો તેમ સંસ્થાના પ્રમુખ ભરતભાઈ કાનાબારે અનુરોધ કરેલ છે. વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૮૨૪૨ ૫૧૧૫૨ પર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial