Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના દારૃબંધી ભંગના ગુન્હામાં ફરાર આરોપી પકડાયો

નવ વર્ષથી હતો ફરારઃ

જામનગર તા. ૯ઃ જામજોધપુરના પોલીસ સ્ટેશન માં નવ વર્ષ પહેલા નોંધાયેલા દારૃબંધી ભંગના ગુન્હાના ફરાર આરોપીને એસઓજી તથા જામજોધપુર પોલીસે સીદસર ગામમાંથી પકડી લીધો છે.

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૬માં દારૃ બંધી ભંગનો એક ગુન્હો નોંધાયો હતો. તેમાં જુનાગઢના ગાંધીગ્રામમાં રહેતા નાજાભાઈ દાસાભાઈ કરોતરા નામના શખ્સનું નામ ખૂલ્યું હતું.

ત્યારપછી આ શખ્સ નાસી ગયો હતો. આ શખ્સ સીદસર ગામના બસ સ્ટેન્ડ પાસે આવ્યો હોવાની બાતમી પરથી ધસી ગયેલી જામજોધપુર પોલીસ તથા એસઓજી ટીમે આરોપીને પકડી પાડ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh