Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા, ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુરથી લોકોને કામ માટે છેક જામનગર ધકકા ખાવાના...
ખંભાળિયા તા. ૦૯ઃ જામનગરમાં રહેલ દ્વારકા જિલ્લો ૨૦૧૩ના ઓગષ્ટ માસમાં નવો અસ્તિત્વમાં આવી ગયાને અગિયાર વર્ષથી પણ વધુ સમય થવા છતાં પીજીવીસીએલની વર્તુળ કચેરી સુપ્રિટેન્ડેન્ટ ઈજનેરની કચેરી હજુ પણ દ્વારકા જામનગર જિલ્લાની સંયુકત સુપ્રિ. કચેરી જામનગરમાં છે. સુપ્રી. ઈજનેરના કામ માટે હજી પણ લોકોને ખંભાળિયા, ઓખા, દ્વારકા, મીઠાપુર, ભાણવડ, કલ્યાણપુર, રાવલથી જામનગર જવું પડે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની પી.જી.વી.સી.એલ.ની સ્થિતિ જોઈએ તો બે ડિવિઝનો આવેલા છે. દ્વારકા અને ખંભાળિયા પહેલા માત્ર ખંભાળિયા જ હતું. એ દ્વારકામાં કલ્યાણપુર તથા ખંભાળિયામાં ભાણવડનો સમાવેશ થાય છે. ખંભાળિયા ડિવિઝન હેઠળ ખંભાળિયા શહેર, ગ્રામ્ય, વડત્રા, રામનગર અને ભાણવડ એમ પાંચ સબ ડિવિઝનો આવેલા છે. જેમાં ૧૫૨ ફીડરો ૧૧૫ ગામો અને ૩૦૨૬૦ ટ્રાન્સફોર્મરો સાથેની વીજ લાઈન છે. જેમાં ૧૧૩૨૦૦ જેટલા વીજ જોડાણો આવેલા છે.
દ્વારકા પીજીવીસીએલ સબડિવિઝનમાં દ્વારકા, ઓખા, દ્વારકા ગ્રામ્ય, જામરાવલ, કલ્યાણપુર, ભાટીયા વિ. સબ ડિવિઝનોમાં ૧૬૫ ફીડરોમાં ૧૧૭ ગામો ૨૭૧૨૫ ટ્રાંસફોર્મરોમાં ૧૦૮૪૧૦ કનેકશનો છે. સવા બે લાખ વીજ જોડાણોમાં દર મહીને કરોડોની આવક કરાવતા ખંભાળિયા, દ્વારકા પીજીવીસીએલ માટે જામનગર વર્તુળ કચેરી છે. જે છેક ઓખાથી પડધરી સુધી ૨૪૦ કિલોમીટર સુધી વિસ્તરેલી હોય કામનું ભારણ ખૂબ થતાં લાંબો સમય મંજૂરી તથા પ્રક્રિયામાં નીકળી જાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial