Advertisement
Author: નોબત સમાચાર

માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે અકસ્માતઃ સીએનજી બાટલો ફાટતા સાતના થયા મૃત્યુ

કારમાં આગઃ કેટલાક ઝુપડા પણ સળગીને ખાખઃ

જૂનાગઢ તા. ૯ઃ જૂનાગઢના માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા મોટરકારનો સીએનજી બાટલો ફાટતા કારમાં રહેલા સાત વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતાં. આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે બે કાર વચ્ચે અકસ્માત થતા તેમાં આગ લાગી હતી અને સીએનજી ગેસનો બાટલો ફાટ્યો હતો. કાર લોક થઈ ગઈ હતી અને કારની અંદર બેસેલા લોકો બહાર નીકળી શક્યા ન હતાં અને મૃત્યુ પામ્યા હતાં.

આ અકસ્માતમાં આગ લાગતા આસપાસના ઝુંપડાઓમાં પણ આગ ફેલાઈ હતી અને કેટલાક ઝુંડા સળગીને ખાખ થયા હતાં. આ અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો અને પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બન્ને કાર સામસામે ફૂલ સ્પીડમાં હતી અને ભટકાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh