Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય એક પરિણીતાએ પણ નવ સાસરિયા સામે કરી રાવઃ
જામનગર તા. ૯ઃ જામનગરના કસાઈવાડામાં રહેતા એક પરિણીતાએ પતિ, સાસુ, નણંદ સાથે ઝઘડો થયા પછી ઝેરી દવા પી લીધી છે. પોલીસે તેણીના નિવેદન પરથી ત્રાસ આપવાનો ગુન્હો નોંધ્યો છે. અન્ય એક પરિણીતાએ નવ વર્ષના લગ્ન ગાળામાં નવ સાસરિયાએ ત્રાસ આપી દહેજ માંગ્યાની રાવ કરી છે.
જામનગરના ખોજાવાડ વિસ્તારમાં રહેતા જસ્મિન અલ્તાફ ખાખી (ઉ.વ.ર૬)ના નિકાહ વર્ષ ૨૦૧૫માં નગરના રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં આવેલા ભંભાવાડ પાસે રહેતા રીઝવાન હુસેન ચરીયા સાથે થયા પછી આ પરિણીતાને પતિ રીઝવાન, સસરા હુસેનભાઈ મુસાભાઈ, સાસુ કુલસુમબેન, જેઠ ફિરોઝ, જેઠાણી હસીનાબેન, સરફરાજ, ફરઝાના સરફરાજ, નણંદ કૌશર હુસેનભાઈ, નણંદોયા શહેઝાદ હારૃનએ નાની બાબત માં ઝઘડા કરી ગાળો ભાંડી મારકૂટ કરવા ઉપરાંત પિયરેથી દહેજ લાવવાની માગણી કરતા આ મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં પાંચ હાટડી પાસે કસાઈવાડામાં રહેતા મુનીરાબેન સમીર સમા નામના પરિણીતાએ સાડા ત્રણેક વર્ષના લગ્નવાળામાં પતિ સમીર, સાસુ નસીમબેન, નણંદ મહેનાઝ ઉર્ફે ડીકીએ ઘરકામ બાબતે ત્રાસ આપ્યાની અને શનિવારે ઉંઝામાં એક દરગાહે જવાનું મુનીરાબેને આયોજન કરતા સાસુ, નણંદે ઝઘડો કર્યા પછી ધમકી આપતા મુનીરાબેને ઝેરી દવા પી લીધી હતી. તેણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પછી ગઈ રાત્રે તેણીએ પતિ, સાસુ, નણંદ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંેંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial