Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પંચેશ્વર ટાવર પાસેથી ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

રોકડ, મોબાઈલ કબજે કરાયાઃ

જામનગર તા. ૯ઃ જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં શનિવારે રાત્રે જાહેરમાં ઉભા રહી ક્રિકેટના મેચ પર સોદા કરી રહેલા શખ્સને પોલીસે પકડી લીધો છે.

જામનગરના ૫ંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી એક ડેરી પાસેથી શનિવારે રાત્રે રાજગોર ફળીની શેરી નં.રમાં રહેતો જીગ્નેશ દિનેશભાઈ કલ્યાણી નામનો શખ્સ પોતાના મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતો મળી આવ્યો હતો.

આ શખ્સે મોબાઈલમાં એક એપ્લિકેશન પર આઈડીથી લોગઈન કરીને પાકિસ્તાનમાં રમાઈ રહેલી મેચ ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ પર સોદા કરતો હતો. પોલીસે તેનો મોબાઇલ તથા રૃા.૧૫૦૦ રોકડા મળી કુલ રૃા.૬૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh