Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીજીવીસીએલ-જામનગર સર્કલ દ્વારા
ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર ર૦ર૪ ના મહિનાને ઊર્જા સંરક્ષણ તથા ઊર્જા કાર્યક્ષમ મહિના તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૃપે પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરી દ્વારા પણ તેને અનુલક્ષીને વિવિધ આયોજન કરવામાં આવ્યું છે.
પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક એચ.ડી. વ્યાસના જણાવ્યા પ્રમાણે જેમ જેમ આપણે ઊર્જા સંરક્ષણ અંગે વિચાર કરીએ ત્યારે ઊર્જાની વધતી માંગ સાથે આ મહિના દરમિયાન ઊર્જા-કાર્યક્ષમ ઉપરકણો પર સ્વીચ કરવું, જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે લાઈટ, પંખા તેમજ અન્ય વીજ ઉપકરણો બંધ કરવા, સૌર અને પવન ઊર્જા જેવા નવીનિકરણીય ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો, એલઈડી બલ્બ પર સ્વીચ કરવા જેવી બાબતો અંગે જાગૃતિ લાવવી જરૃરી છે.
જામનગર વર્તુળ કચેરી હેઠળ આવતી દરેક વિભાગીય કચેરી તથા પેટા વિભાગીય કચેરીઓ દ્વારા આ મહિના દરમિયાન વિવિધ કાર્યક્રમો જેવા કે વૃક્ષારોપણ, ગ્રામસભા અને જાહેર પરિસંવાદમાં જાગૃતિ, સ્કૂલ તથા કોલેજોમાં સેમિનાર, વીજ અકસ્માત નિવારણ, વીજ સલામતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર થતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક નાગરિકોને તથા વીજ ગ્રાહકોને ઊર્જા સંરક્ષણ માટે આગળ આવે અને રાજ્ય અને રાષ્ટ્રના ભલા માટે સહકાર આપે અને 'ઊર્જા બચાવો ભવિષ્ય બચાવોના સંકલ્પ સાથે ઊર્જા સંરક્ષણ મહિનો ઉજવવા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial