Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના આસ્થા કેન્દ્રમાં જિલ્લા કક્ષાની ચિંતન શિબિર

સમગ્ર જિલ્લામાં ચો તરફ વિકાસ કરવાના ઉમદાભાવ સાથે

ખંભાળિયા તા. ૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ચો તરફ વિકાસ કરવાના ઉમદાભાવ સાથે જિલ્લાના અધિકારીઓની ચિંતન શિબિરનું આયોજન આસ્થાના કેન્દ્ર દ્વારકામાં કરવામાં આવ્યું હતું.

એક દિવસીય ચિંતન શિબિરમાં સરકારના લોકહિતકારી યોજના અને અભિયાનો વધુ અસરકારક બનાવી પ્રજાહિત લક્ષી સેવા વધુ સુદૃઢ બનાવવા માટે અધિકારીઓએ મુક્ત મને પોતાના વિચારોની આપ-લે કરી હતી. તેમજ દ્વારકા જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે રાજ્યમાં કેવી રીતે અગ્રેસર લઈ જઈ શકાય તે માટે પણ અધિકારીઓએ મનોમંથન કર્યું હતું.

ચિંતન શિબિરના આરંભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી. પાંડોરે સર્વે અધિકારીઓને ' મેં નહિ હમ ના' ભાવ સાથે એક ટીમ થઈ વર્ક કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસન અને અન્ય ક્ષેત્ર વિકાસ કાર્યો કરીને જિલ્લાને રાજ્યમાં અગ્રેસર બનાવવાનું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસનની હારમાળા રચી શકાય તેટલી ઉમદા તકો છે. દ્વારકાધીશ ભગવાનનું મંદિર આજે સમગ્ર વિશ્વમાં સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર છે. આ આસ્થાના કેન્દ્રમાં આવતા નાગરિકોને કેવી રીતે જિલ્લાના  પૌરાણિક અને ધ્યાકર્ષિત સિગ્નેચર બ્રિજ, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ અને બરડાની જંગલ સફારી તરફ લઈ જઈ શકાય તેનું મનોમંથન આ ચિંતન શિબિરમાં કરવા માટે સર્વે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું.

જિલ્લાના અધિક નિવાસી કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા એ જણાવ્યું હતું કે, જન કલ્યાણ અને લોકસેવાએ સરકારનો ધ્યેય મંત્ર છે અને નાના કર્મચારી થી માંડીને કલેકટર સુધી સૌ તે દિશામાં અહર્નિશ કાર્યરત છે. તેમણે વ્યક્તિગત જીવનમાં પણ ચિંતનના લાભાલાભ સમજાવતા કહૃાું હતું કે, સૌએ ચિંતનની આદત કેળવી જ જોઈએ અને દિવસભરના કામોનું આત્મમંથન પણ દિવસના અંતે કરવું જોઈએ, આના પરિણામે આપણા વાણી, વર્તન, વ્યવહાર અને કામકાજની પદ્ધતિમાં જે બદલાવ આવશે, તે જન કલ્યાણ કામો માટે અને જિલ્લાના પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે કેવી રીતના ઉપયોગી બની રહેશે, તેની પણ દ્રષ્ટાંતપૂર્વક વાત કરી હતી

દ્વારકાના પ્રાંત અધિકારી શ્રી એ.એસ.આવતે એક દિવસીય ચિંતન શિબિરની રૂૂપરેખા આપી સૌને ચિંતન શિબિરમાં આવકારી જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં શરૃ કરાયેલ ચિંતન શિબિર થકી થયેલ મનોમંથનથી આજે વહીવટી તંત્ર દ્વારા રાજ્યમાં અનેક યોજનાઓની સફળ અમલવારી શક્ય બની છે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસન ક્ષેત્રના વિકાસને રાજ્યમાં અગ્રેસર બનાવવા માટે ખૂટતી કડીઓ જોડવા માટેનું ચિંતન આપણે સૌ એકઠા થઈને કરીશું. આપના દ્વારા રજુ કરાયેલ નાનકડો વિચાર પણ જિલ્લાના પ્રવાસન ક્ષેત્રના વિકાસમાં પાયાની ભૂમિકા અદા કરી શકે છે, જેથી પોતાના વિચારોને મુક્ત મને રજૂ કરવા માટે સર્વે અધિકારીઓને જણાવ્યું હતું.

આસ્થાના કેન્દ્ર દ્વારકામાં યોજાયેલ ચિંતન શિબિરમાં જિલ્લાના અધિકારીઓની પ્રાંત અધિકારી શ્રી ખંભાળિયા તથા પ્રાંત અધિકારી શ્રી દ્વારકા નેતૃત્વમાં બે ટીમ બનાવી જિલ્લાના પ્રવાસન ક્ષેત્રમાં રહેલ વિકાસની વિપુલ તકો વિશે વિસ્તૃત મનોમંથન કરવામાં આવ્યું હતું. સાતત્યપૂર્ણ અને મક્કમ ચર્ચાઓ નિષ્કર્ષ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેની માહિતી આપતા પ્રાંત અધિકારીશ્રી જણાવ્યું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસન સ્થળો વિકાસ થતાં પ્રવાસન હબ બનવા તરફ જઈ રહૃાું છે ત્યારે જિલ્લાના નાગરિકોની સુખાકારી અને કલ્યાણ માટે માળખાગત સુવિધાઓ અને ઇઝ ઓફ લિવિંગ સરળ બને તેવી તમામ બાબતો જેવી કે, સ્વચ્છતા, પાણી, વેસ્ટ મેનેજમેન્ટ , ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી સહિત ઉત્તમ સુવિધાઓ સુદૃઢ બનાવવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. જ્યારે પ્રાંત અધિકારીશ્રી ખંભાળિયા નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા સિવાય ખંભાળિયા તથા ભાણવડ તાલુકાઓમાં રહેલા પ્રવાસન સ્થળો વિકાસ તમામ સ્તરે સર્વ સમાવેશી વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ તકે ચિંતન શિબિરમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh