Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જંતુનાશક દવાનો છંટકાવઃ સફાઈઃ વોટર ક્લોરિનેશન કરાયું
ખંભાળિયા તા. ૩: દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોલેરા રોગના સંદર્ભમાં સાવચેતીના પગલાં લેવાયા છે.
ગુજરાતના કચ્છ, સુરત, અમદાવાદ સહિત અનેક શહેરોમાં હાલ પાણીજન્ય રોગ કોલેરાના કેસો નોંધાતા તથા રાજ્ય આરોગ્ય વિભાગની સૂચનાથી દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે તથા જિલ્લા કલેકક્ટર શ્રી પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરી દ્વારા તેમની ટીમ સાથે સાવચેતી તથા સલામતીના પગલાં શરૂ કરવામાં આવ્યા છે.
દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓ ખંભાળિયા, ભાણવડ, દ્વારકા તથા કલ્યાણપુરમાં ગામડે ગામડે હેલ્થ વર્કરો દ્વારા લોકોને કોલેરાના રોગ સંદર્ભે સમજાવવા, જ્યાં ત્યાં ભરાતા પાણીમાં પોરા હોય ત્યાં બળેલું ઓઈલ કેરોસીન છંટકાવ કરાયો છે તથા પાણીના ટાંકાની બરોબર સફાઈ થાય તથા જિલ્લાની પાલિકાઓ દ્વારા વિતરણ થતા પાણીમાં પૂરતું ક્લોરિનેશન સાથે સ્વચ્છતા રહે તથા જ્યાં ત્યાં પાણીના કૂંડા, કોથળીઓ જેમાં મચ્છરો ઉત્પન્ન થાય છે તેનો નાશ કરવા તથા સ્વચ્છતા સાથે ગંદકી ઉકરડા પર દવા છંટકાવની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી હતી.
પીવાના પાણીના ટાંકામાં પણ બ્લીચીંગ ક્લોરિનેશન હાથ ઘરાયું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરીએ જણાવેલ કે પડતર વાસી ખોરાક ના ખાવો, ગરમ ખોરાક ખાવો. બહાર બજારૂ ખોરાક ના ખાવો, ઓછો ખાવો, ઠંડો ખોરાક, ઉઘાડો ખોરાક ના ખાવો તથા ડાયાબિટીસ જેવા દર્દીઓએ ખાસ સાવચેતી રાખવા જરૂર પડયે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial