Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનસિક બીમારી પણ વળગી હતીઃ
જામનગર તા. ૩: જામનગરના આઠ માળીયા આવાસમાં સી વીંગમાં સાતમા માળે વસવાટ કરતા એક વિપ્ર વૃદ્ધા પોતાના ઘરમાં બીમારીના કારણે પડી ગયા પછી મૃત્યુ પામ્યા છે. પોલીસે તેમના પુત્રનું નિવેદન નોંધ્યું છે.
જામનગરના આઠ માળીયા આવાસમાં સી/૨ બ્લોકમાં સાતમા માળે ફ્લેટ નં.૭૦૪માં રહેતા ચંપાબેન બિપીનભાઈ ગોપીયાણી નામના પાંસઠ વર્ષના વૃદ્ધા લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા અને તેઓને જમણા અંગ પર પક્ષઘાતનો હુમલો પણ આવ્યો હતો.
આ વૃદ્ધા સોમવારે રાત્રે પોતાના ઘરમાં કોઈ રીતે પડી ગયા હતા. તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેમનું મૃત્યુ નિપજ્યું છે. પુત્ર મહેશભાઈ ગોપીયાણીએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નવા કાયદા-ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૯૪ હેઠળ અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial