Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરના નવાગામના આસામીએ બે વર્ષ પહેલાં પોરબંદરના રામગઢના આસામી પાસેથી હિટાચી મશીન ખરીદ કરી
જામનગર તા. ૩: લાલપુર તાલુકાના નવાગામના એક આસામીએ બે વર્ષ પહેલાં પોરબંદરના રામગઢ ગામના આસામી પાસેથી હિટાચી મશીન ખરીદ કરી રૂ. ૫ લાખ ૭૦ હજાર બાકી રાખ્યા પછી તે રકમ ચૂકવી ન હતી અને મશીન પણ પરત આપ્યું ન હતું તેથી મશીન વેચનાર આસામીએ છેતરપિંડી-વિશ્વાસઘાત આચરવા અંગે નવાગામના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રામગઢ ગામના વાડી વિસ્તારમાં રહેતા નાગાજણભાઈ નાથાભાઈ ઓડેદરા પાસેથી વર્ષ ૨૦૨૨ના માર્ચ મહિનામાં લાલપુર તાલુકાના નવાગામમાં રહેતા રાજેશ સોમાભાઈ હાથીયા નામના આસામીએ હિટાચી મશીન ખરીદવા માટે સોદો કર્યાે હતો.
ઉપરોક્ત બંને આસામી નવાગામની સીમમાં એક ખેતરમાં મળ્યા પછી જીજે-૧૪-એમ ૫૫૧૮ નંબરના મશીનની રૂપિયા સાડા આઠ લાખ કિંમત નક્કી કરવામાં આવી હતી. તેમાંથી રાજેશભાઈએ રૂ. ૨,૭૦,૦૦૦ આપ્યા પછી રૂ. ૫,૮૦,૦૦૦ બાકી રાખ્યા હતા. તે પછી બે વર્ષ વિતી ગયા હોવા છતાં રાજેશે તે રકમ ચૂકવી ન હતી અને નાગાજણભાઈએ પોતાનું મશીન પરત માંગતા તે પણ આપ્યું ન હતું.
આથી મેઘપર પોલીસ સ્ટેશનમાં નાગાજણભાઈએ છેતરપિંડી તથા વિશ્વાસઘાત અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાજેશ સોમાભાઈ હાથીયા સામે આઈપીસી ૪૦૬-નવા કાયદા મુજબ બીએનએસ ૩૧૬ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial