Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એફઆઈઆરમાં બાબાનું નામ નહીં: પોલીસે શોધખોળ આદરી
લખનૌ/નવી દિલ્હી તા. ૩: બાબા ભોલેના સત્સંગમાં ભાગદડ થતા ૧ર૧ ના જીવ ગયા પછી સીએમ યોગી ઘટના સ્થળે હાથરસ પહોંચ્યા છે, તો બીજી તરફ સત્સંગ કરનાર બાબાની શોધખોળ શરૂ થઈ હોવાના અહેવાલો છે.
ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરરાવ પોલીસ સ્ટેશન વિસ્તારના રતિભાનપુર ગામમાં આયોજિત ભોલે બાબાના સત્સંગમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં અત્યાર સુધીમાં ૧ર૧ લોકોના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ છે. ઘટના સ્થળ એટાહ સિકંદરારૌની સરહદ પર છે. સીએમ યોગી આદિત્યનાથ હાથરસ મૃતકોના પરિજનોને મળવા પહોંચ્યા છે.
સીએમ યોગી આદિત્યનાથ હાથરસ પહોંચી ગયા છે. હેલીપેડ પર સીએમનું સ્ટેટ હેલિકોપ્ટર લેન્ડ થયું હતું. ત્યારપછી તેઓ સીધા હોસ્પિટલ જવા રવાના થયા હતાં. સીએમ યોગીના આગમનના સમાચાર પછી હોસ્પિટલ પરિસરમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓપીડી છેલ્લા કેટલાક સમયથી બંધ છે.
હાથરસની ઘટના પર શિવસેના (યુબીટી) રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, 'જે રીતે આ ઘટના બની છે તે દુઃખદ છે. મને આશા છે કે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે. આયોજકો તેમજ બાબા જેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે. સત્સંગની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે લોકોના જીવની કોઈ કિંમત નથી.'
એફઆઈઆરમાં ચોંકાવનારૂ એ રહ્યું કે બાબાનું નામ જ તેમાં સામેલ નથી. ઉલ્લેખનિય છે કે, મુખ્ય પ્રવચનકર્તા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના મુખ્ય સેવાદાર સહિત અન્ય આયોજકો સામે આ મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જો કે બાબાના નિવાસસ્થાને પહોંચીને પોલીસે તેની શોધખોળ આદરી હોવાના અહેવાલો આવી રહ્યા છે, તો તેઓ ફરાર થઈ હોવાની વાતો પણ વહેતી થઈ છે.
હાથરસમાં આ સત્સંગનું આયોજન સિંકદરારૌમાં આવેલ ફૂલરઈ મુગલગઢી ગામમાં મંગળ મિશન સદ્ભાવના સમાગમ સમિતિ દ્વારા કરાયું હતું. તેના મુખ્ય આયોજક દેવપ્રકાશ મધુકર (એન્જિન્નિયર) હતાં. તેમની સાથે સહઆયોજકોમાં મહેશચંદ્ર, અનારસિંહ, સંજુ યાદવ, ચંદ્રદેવ અને રામપ્રકાશ સામેલ હતાં. પોલીસે તમામ આરોપીઓ સામે કેસ નોંધી લીધો છે.
આ મામલે ઉત્તરપ્રદેશની સરકારે એક્શન લેતા તપાસ મો આગરાના એડીજી અને અલીગઢના કમિશનરના નેતૃત્વમાં એક ટીમ બનાવી હતી. આઈજી શલભ માથુરે કહ્યું કે, સત્સંગના આયોજકો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. આ એ લોકો છે જેમણે ધાર્મિક કાર્યક્રમ યોજવા માટે તંત્ર પાસે પરવાનગી માગી હતી. આ ઘટનામાં હાઈ લેવલની તપાસના આદેશ કરાયા છે.
કંટ્રોલ રૂમના નંબરો જાહેર
હાથરસ દુર્ઘટના મામલે મૃતક અને ઘાયલ વ્યક્તિઓના સંબંધમાં જાણકારી માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. પીડિતોના પ્રિયજનો આગરા ઝોન કન્ટ્રોલ રૂમ-૭૮૩૯૮ ૬૬૮૪૯, અલીગઢ રેન્જ કન્ટ્રોલ રૂમ-૭૮૩૯૮ પપ૭ર૪, આગરા રેન્જ કન્ટ્રોલ રૂમ-૭૮૩૯૮ પપ૭ર૪, હાથરસ કન્ટ્રોલ રૂમ-૯૪પ૪૪ ૧૭૩૭૭, એટા કન્ટ્રોલ રૂમ-૯૪પ૪૪ ૧૭૪૩૮, અલીગઢ કન્ટ્રોલ રૂમ-૭૦૦૭૪ પ૯પ૬૮ પર ફોન કરી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial