Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં નિર્માણાધિન વોકીંગ ટ્રેકની દીવાલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી!

વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ વિશાળ ભાગ તૂટ્યોઃ

દ્વારકા તા. ૩: યાત્રાધામ દ્વારકામાં ચાલી રહેલા વિકાસ કાર્યો પૈકીના સનસેટ પોઈન્ટ નજીકના વોકીંગ ટ્રેકની દીવાલનો વિશાળ ભાગ પહેલા વરસાદમાં જ ધરાશાયી થઈ ગયો છે. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ બેઈઝડ લોકોની સુખાકારી હેતુ બનાવવામાં આવી રહેલ આ વોકીંગ ટ્રેકનું હજુ સુધી લોકાર્પણ પણ કરવામાં આવેલ નથી અને દીવાલ બન્યાના પહેલા વરસાદના પહેલા રાઉન્ડમાં જ દીવાલનો આશરે પ૦ મીટરથી વધુ જેટલો ભાગ ધરાશાયી થઈ ગયો છે. સ્થળ પરના નિરીક્ષણમાં વેરીફિકેશન બોર્ડ માર્યા વગર ચાલી રહેલ લાખો રૂપિયાની કામગીરી અંગે પ્રાથમિક દૃષ્ટિએ દીવાલ નિર્માણની ગુણવત્તાની સામે સવાલો ઊભા થાય તેવી કામગીરી દેખાઈ રહી છે. આ અંગે જીણવટભરી તપાસ થયે ક્વોલિટી અંગે ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ જાણકારોનું માનવું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh