Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આધુનિક લાઈફસ્ટાઈલઘ મોંઘાદાટ ચશ્મા, ગોલ્ડન રિસ્ટવોચ, ડિઝાઈન કપડાં, સૂટ-બૂટ ધરાવતા અનોખા બાબા
લખનૌ તા. ૩: હાથરસ યુપીમાં નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાના અનુયાયીઓ તેમના પગની ધૂળ એકઠી એટલા પાગલ થઈ ગયા કે ભાગદોડ મચી ગઈ. આ પછી મૃતદેહોને ઢગલા દેખાવવા લાગ્યા. હાથરસમાં નાસભાગની ઘટના બાદ નારાયણ સાકર હરિ ચર્ચામાં આવ્યા હતાં. ગઈકાલ સુધી અજાણ્યા આ બાબાના રહસ્યો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. પ્રાઈવેટ આર્મી, આશ્રમમાં કિલ્લેબંધી, ડિઝાઈનર કપડાં અને પગરખાં, મોંઘા ચશ્મા અને સોનેરી ઘડિયાળ, બાબા વિશે આવી વાતો સામે આવ્યા બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શું બાબા ધર્મના નામે કોઈ બિઝનેશ ચલાવતા હતાં?
બાબાની વાસ્તવિકતા શું ?
બાબાના એક નામની સાથે ઘણી ઓળખ સામે આવી છે. કયારેક તો પોતાને આઈબી ઓફિસર કહે છે, કયારેક નિવૃત્ત પોલીસ ઓફિસર, કયારેક સમાચાર આવે છે કે તે હેડ કોન્સ્ટેબલ હતો, સાથે જ તે ભકતો માટે આરાધ્ય છે, પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે તેની વાસ્તવિકતા શું છે?
સ્વયંસેવકોની ટીમ
જ્યારે પણ ભોલે બાબાના સત્સંગનું આયોજન કરવામાં આવે છે ત્યારે તેમના સ્વયં સેવકોની ટીમ સત્સંગની સુરક્ષા, વાહનવ્યવહાર, પાર્કિંગ, પાણી વગેરેની વ્યવસ્થા કરે છે, જ્યાં પણ કથાનું આયોજન કરવામાં આવે છે, ત્યાં મહિલાઓ પણ સેવાદારની સેનામાં જોડાય છે. માણસો, હાથમાં ડંડા લઈને સીટી વગાડતા પરિવહન અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે.
વૈભવી વાહનોનો કાફલો
ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિ જ્યાં જાય છે ત્યાં તેમના કાફલા સાથે પ્રવાસ કરે છે. પહેલા બાબાના કાફલામાં લગભગ બે ડઝન લોકો બાઈક સવાર પસાર થાય છે, ત્યારબાદ મોંઘા વાહનોનો કાફલો આવે છે અને પછી કાફલાની પાછળ વધુ વાહનો હોય છે, જેમાંથી એકમાં બાબા હાજર હોય છે. કહેવા માટે તે એક ધાર્મિક નેતા છે, પરંતુ ત્યાંથી પસાર થતાં કાફલાને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તેમની સ્થિતિ શું છે.
કપડાંના ડિઝાઈનરોની ફોજ
નારાયણનગર સાકર હરિ ઉર્ફે ભોલે બાબાની જીવનશૈલી એવી છે કે મોટાથી મોટા અમીર લોકો પણ શરમ અનુભવે. આ બાબા માત્ર વાહનોનો કાફલો જ નથી રાખતા પણ કપડાં માટે અંગત ડિઝાઈનરોની ફોજ પણ રાખે છે. ન તો તે અન્ય ધર્મગુરૂઓની જેમ પોતાના શરીર પર ભગવા વસ્ત્રો પહેરે છે અને ન તો તેમની જેમ જીવનશૈલી છે, ઉલટું બાબા ખૂબ જ ટીપ ટોપ સ્ટાઈલમાં રહે છે. બાબાની વૈભવી અને આરામદાયક જીવનશૈલી તમને અચરજ પમાડે તેવી છે.
મોંઘાદાટ ચશ્મા-બૂટ-ઘડીયાળ
ઉપરથી નીચે સુધી સફેદ વસ્ત્રોમાં સજજ નારાયણ સાકર હરિ મોંઘા ચશ્માના શોખીન છે. તેના હાથમાં હંમેશા સોનેરી ઘડિયાળ હોય છે એવું કહેવામાં આવી રહ્યું છે કે બાબાના કપડાં અને શૂઝ ખાસ ડિઝાઈન કરવામાં આવ્યા છે અને બાબાએ કપડા માટે અલગ ડિઝાઈનર રાખ્યો છે.
ટીપ-ટોપ લાઈફ સ્ટાઈલ
ટીપ ટોપ સ્ટાઈલમાં રહેતા ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિએ હાથરસમાં મેળાવડાનું સ્થળ પોતાના પ્રભાવ સાથે છોડી દીધું. ભકતો તેમની ભક્તિમાં એટલા તલ્લીન હતા કે તે તેના પગની ધૂળ એકઠી કરવા દોડી ગયા. થોડી જ વારમાં ત્યાં મૃતદેહો વેરવિખેર થઈ ગયા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial