Advertisement
Author: નોબત સમાચાર

બિહારમાં ૧પ દિવસમાં સાતમો બ્રિજ ધરાશાયી

માટીના ધોવાણના કારણે ભારે નુક્સાનનું તારણઃ

પટણા તા. ૩: બિહારમાં ૧પ દિવસમાં ૭ મો બ્રિજ ધરાશાયી થયો છે, તેથી અનેક ગામડા સંપર્કવિહોણા થયા છે.

બિહારમાં બ્રિજ ધરાશાયી થવાનો સિલસિલો ચાલુ છે. અગાઉ છ બ્રિજ ધરાશાયી થયા છે ત્યારે આજે વધુ એક ૩પ વર્ષ જુનો બ્રિજ ધરાશાયી થયો છે. ૧પ દિવસના ગાળામાં બિહારમાં આ સાતમો બ્રિજ ધરાશાયી થયો છે.

આજે (૩ જુલાઈ) એ મહારાજગંજના દેવરિયા ગામ પાસે ગંડકી નદી પર બનેલો બ્રિજ ધરાશાયી થયો હતો, જેના કારણે આજુબાજુના ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજુ સુધી કોઈ જાનહાનિ થઈ ન હતી. હજુ ૧૦ દિવસ પહેલા જ એક બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો, ત્યારે આજે ફરીએકવાર ૩પ વર્ષ જુનો બ્રિજ ધરાશાયી થયો છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ કે બ્રિજ પછી એક પણ વખત તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું જેના કારણે બ્રિજ ધરાશાયી થયો હતો.

સ્થાનિક લોકોએ એમ પણ જણાવ્યું હતું કે, અગાઉનો બ્રિજ તૂટી પડવાની ઘટના પણ માટીના વધુ પડતા ધોવાણને કારણે થઈ હતી. આ બ્રિજ પણ માટીના ધોવાણને કારણે ધરાશાયી થયો છે. કેટલાક લોકોએ આ અંગે સ્થાનિક અધિકારીઓને ફરિયાદ કરી હતી, પરંતુ તેને હળવાશથી લેવામાં આવી હતી. દેવરિયા પંચાયતના વડા અને સ્થાનિક સીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ બ્રિજ ૧૯૯૮ માં તત્કાલિન સાંસદ પ્રભુનાથ સિંહ દ્વારા રૂપિયા ૬ લાખના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજો (ધામી નદી પરનો) બ્રિજ ર૦૦૪ માં રૂપિયા ૧૦ લાખના ખર્ચે બનાવડાવ્યો હતો.

નોંધનીય છે કે અગાઉ સિવાનમાં ગંડક કેનાલ પર બનેલો બ્રિજ જૂનની ર૩ મીએ અચાનક તૂટી પડ્યો હતો. પહેલા બ્રિજનો એક પિલર પડી ગયો અને થોડીવારમાં આખો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. આ ઘટના દારૌંડા બ્લોકના રામગઢા પંચાયતમાં બની હતી. પાટેડા અને ગરાઉલી ગામ વચ્ચે ગંડક કેનાલ પર બનેલો બ્રિજ પણ ઘણો જુનો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh