Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વર્ષની કેદ અને ચેક મુજબનો દંડ ફટકારાયોઃ
જામનગર તા. ૩: જામનગરના એક આસામીને રૂપિયા પોણા બે લાખના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના જનતાફાટક વિસ્તારમાં રહેતા અંકિત ચંદ્રકાંતભાઈ નથવાણી પાસેથી તેમના મિત્ર ઉદિત ચંદુભારથી ગોસ્વામીએ રૂ. ૧.૭૫ લાખ હાથઉછીના લીધા હતા.
તે રકમની પરત ચૂકવણી માટે ઉદિત ગોસ્વામીએ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો. તેથી અંકિતભાઈએ નોટીસ આપી હતી. તેનો કોઈ પ્રત્યુત્તર કે રકમ પરત નહીં અપાતા ઉદિત ગોસ્વામી સામે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ઉદિત ચંદુભારથી ગોસ્વામીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ૯૦ દિવસમાં ભરપાઈ કરવા અથવા વધુ બે મહિના સાદી કેદની સજા ભોગવવા અદાલતે આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ અશ્વિન બારડ, રોનક જોગલ, મિતુલ મલ્કાણ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial