Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા ૫ંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરના અધ્યક્ષસ્થાને
જામનગર તા.૩: જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરના અધ્યક્ષસ્થાને આઈસીડીએસ શાખા દ્વારા નવનિર્મિત ૧૫ સ્માર્ટ આંગણવાડીઓનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પંચાયતની વર્ષ ૨૦૨૩- ૨૪ ની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી સમગ્ર જિલ્લામાં ૧૫ સ્માર્ટ આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વડે કરાઈ હતી. દીપ પ્રાગટ્ય કરાયા બાદ આંગણવાડીના ભૂલકાઓએ બાળગીત પર સુંદર નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં શ્રેષ્ઠ ફરજ બજાવનાર આંગણવાડી કાર્યકરોનું શિલ્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોને ભેટ સ્વરૂપે પુષ્પગુચ્છના બદલે આંગણવાડીના બાળકોએ તૈયાર કરેલી પ્રતિકૃતિ આપવામાં આવી હતી.
જામનગર જિલ્લામાં જગા, ખીજડીયા, સરમત, સિક્કા, દરજી શેરી, નાના ગરેડીયા, જોડિયા, કાલાવડ, મેમાણા, જોગવડ, જામજોધપુર, તરસાઈ, મોટા વડીયા મળીને કુલ ૧૫ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ આંગણવાડીઓની વિવિધ સેવાઓ, ઉપલબ્ધિઓ દર્શાવતું સુંદર વિડીયો ગીત "અમે કોણ, અમે આંગણવાડીવાળા" નું મંચસ્થ મહાનુભાવોના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લા પંચાયતની વર્ષ ૨૦૨૩-૨૪ ની સ્વભંડોળની રૂ. ૧૫ લાખની ગ્રાન્ટમાંથી એક આંગણવાડી કેન્દ્ર દીઠ રૂ. ૧ લાખનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. જેના અનુસંધાને કુલ રૂ. ૧૫ લાખના ખર્ચે ૧૫ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા પંચાયતની વર્ષ ૨૦૨૧- ૨૨ ની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી સમગ્ર જિલ્લામાં ૧૦ જેટલા સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ કરાયું હતું.
ડિસ્ટ્રીક્ટ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બિનલ સુથારે ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે ધ્રોલ સીડીપીઓ શ્રી નર્મદા થોરિયાએ આભારવિધિ કરી હતી. ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સર્વે શ્રીમતી ભાવનાબેન ભેંસદડિયા, શ્રીમતી પ્રવિણાબેન ચભાડીયા, શ્રીમતી ગોમતીબેન ચાવડા, આરોગ્ય અધિકારી શ્રી ડો. નુપુર પ્રસાદ, આઈસીડીએસ શાખાના અધિકારીગણ, કર્મચારીગણ, વિવિધ આંગણવાડીના કાર્યકર બહેનો, તેડાગર બહેનો, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડીમાં અભ્યાસ કરતા ભૂલકાઓ, વાલીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial